MAHISAGARSANTRAMPUR
સંતરામપુર મંગલ જ્યોત સોસાયટીમાં સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાયો.
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર મંગલ સોસાયટીમાં સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાયો.
સંતરામપુર નગરમાં મંગલજયોત સોસાયટી પરિવાર તથા જ્ઞાનદીપ શાળા પરિવાર દ્વારા નગર-તાલુકાના સંગીત પ્રેમીઓ ને ગુજરાતી ગીતો ના રસીયાઓ માટે આયોજિત ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અમદાવાદના ખ્યાતનામ સુગમ ગાયકવૃંદના સહયોગથી સોનાને લાગે કયાંથી કાટ (ગુજરાતી ગીતોનો ગુલદસ્તો) કાર્યક્રમ સંતરામપુર નાં ધારાસભ્ય અને મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર ની ઉપસ્થિતિ માં યોજાયેલ હતો .
આ પ્રસંગે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા,સંતરામપુરના માજી ધારાસભ્ય પરમજયદિત્યસિહજી પરમાર, શાંતિલાલ સ્યાણી અને નગરજનો હાજર રહ્યા હતા.