MAHISAGARSANTRAMPUR

સંતરામપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી. વી. લટાના અધ્યક્ષસ્થાને તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો.

સંતરામપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી. વી. લટાના અધ્યક્ષસ્થાને તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો.

રજૂ થયેલા ૬ પ્રશ્નોમાંથી ૫ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોને સંતોષ પૂરો પાડતું જિલ્લા વહીવટીતંત્ર
*
રિપોર્ટર…
અમીન કોઠારી  મહીસાગર

 

નાગરિકોના પડતર પ્રશ્નો અને રજૂઆતોનો સ્થાનિક કક્ષાએ જ ઝડપી અને પારદર્શી રીતે ઉકેલ આવે તે હેતુથી રાજ્ય સરકારના લોકાભિમુખ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ અંતર્ગત આજરોજ સંતરામપુર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી, સંતરામપુર ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મહીસાગર જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી સી. વી. લટાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

નિવાસી અધિક કલેક્ટરશ્રી સી. વી. લટાએ સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા અને તેમના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને સંબંધિત વિભાગોના અધિકારીઓને સત્વરે ઉકેલ લાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજરોજ યોજાયેલા આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો તરફથી કુલ ૬ જેટલી અરજીઓ અને રજૂઆતો કરવામાં આવી હતી.

જેમાંથી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે હકારાત્મક ચર્ચા-વિચારણા કરીને ૬ પૈકી ૫ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. પોતાના પ્રશ્નોનું વહીવટીતંત્ર દ્વારા ત્વરિત અને હકારાત્મક નિવારણ આવતા અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.

આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સંતરામપુર વિવિધ વિભાગોના તાલુકા કક્ષાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અરજદારોના પ્રશ્નોના નિવારણમાં સહભાગી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!