MAHISAGARSANTRAMPUR

કડાણા તાલુકાના સરકારી માધ્યમિક શાળા ખાતે પી ઓ સી એસ ઓ એક્ટ અને સાઈબર સેફ્ટી અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરકારી માધ્યમિક શાળા ખાતે POCSO Act અને સાયબર સેફટી અંગે જાગૃત્તિ સેમીનાર યોજાયો.

અમીન કોઠારી મહીસાગર

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મહીસાગર અને બાળ સુરક્ષા એકમ તથા જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી મહીસાગરના સંયુક્ત ઉપક્રમે મિશન વાત્સલ્ય અને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત આજ રોજ POCSO Act, ગુડ ટચ બેડ ટચ તથા સાયબર સેફટી અન્વયે જાગૃત્તિ સેમીનારનું આયોજન સેક્રેટરીશ્રી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને સીનીયર સિવિલ જજ શ્રી એમ.જી બિહોલાના અધ્યક્ષસ્થાને કડાણા તાલુકાના સરકારી માધ્યમિક શાળા દિવડા ખાતે યોજાયો હતો.

 

  • સેમીનારમાં સંતરામપુર અને કડાણા તાલુકાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રી અને શાળા દીઠ એક મહિલા શિક્ષિકાઓએ સેમીનારમાં ભાગ લીધેલ હતો. સેમિનારમાં સીનીયર સિવિલ જજ અને સેક્રેટરીશ્રી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ શ્રી એમ.જી બિહોલા દ્વારા POCSO Act અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા સેમીનાર અન્વયે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ સેમિનારમાં મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણ અને સુરક્ષાને લગતી યોજનાઓ, સમાજ સુરક્ષા આધિકારીશ્રી દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અને સમાજ સુરક્ષાને લગતી યોજનાઓ, બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોના અધિકારો અને બાળ સુરક્ષાની યોજનાઓ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી ઉપસ્થિત પોલીસ અધિકારીશ્રી દ્વારા સાયબર સેફટી, સોશિયલ મીડિયા અવેરનેશ અને શી ટીમ બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!