MORBI:મોરબીના બહાદુરગઢના પાટિયા નજીકથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું: ચાર ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના બહાદુરગઢના પાટિયા નજીકથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું: ચાર ઈસમો ઝડપાયા
મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમી આધારે તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા પાસે શેર એ પંજાબ હોટલ નજીક કેરોલી એલએલપી યુનિટની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં રેડ કરી હતી ત્યારે ટેન્કરમાંથી કેમિકલ કાઢતા હતા તેવું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી ટેન્કર વાહન નંબર એમએચ ૪૬ બીબી ૬૯૮૭ તેના ડ્રાઇવર મહેતાબખાન મહંમદગુલશન ખાન (૩૩) રહે. ઉત્તરપ્રદેશના કબજામાંથી રૂપિયા 15 લાખની કિંમતનું ઉપરોક્ત ટેન્કર કે જેમાં ફીનોલ નામનું પ્રવાહી કેમિકલ ૨૪,૬૦૦લીટર જેની કિંમત રૂપિયા ૧૪,૭૬,૦૦૦ તથા અન્ય એક ટેન્કર નંબર એમએચ ૪૬ બીબી ૭૧૪૦ ના ચાલક અબ્દુલકમાલખાન જમાલુદ્દીનખાન (૩૮) રહે. ઉત્તરપ્રદેશ વાળાનું ઉપરોક્ત નંબરનું વાહન ટેન્કર કિંમત રૂપિયા ૧૫ લાખ જેમાં ભરેલ ફીનોલ ૨૪,૬૦૦લિટર જેની કિંમત રૂપિયા ૧૪,૭૬,૦૦૦ થયે છે.
આ બંને ટેન્કરના ઉપરના ઢાંકણાઓ ખોલીને પાઇપ અને પંપ વડે ત્રીજા અન્ય ટાટા યોદ્ધા વાહન નંબર જીજે 36 વી ૮૬૫૨ ના પાછળના ઠાંઠામાં રાખવામાં આવેલા બે બસો લીટરના પતરાના બેરલમાં કેમિકલ ભરેલ હોય તથા બે અન્ય બેરલ તથા નાના કેરબાઓ ખાલી જોવા મળેલ હતા. જેથી રૂપિયા પાંચ લાખની કિંમતનું ઉપરોક્ત વાહન અને તેની સાથે સ્થળ ઉપરથી કૌશિક વજુભા હુંબલ (27) રહે. રામપર મોરબી અને હરેશ સાદુર હુંબલ (32) રહે. કુબેરનગર નવલખી રોડ મોરબી વાળાઓ મળી આવતા હાલ સ્થળ ઉપરથી રૂપિયા 35 લાખની કિંમતના ત્રણ વાહન અને ૨૯.૫૨ લાખનું કેમિકલ, તેમજ મોબાઇલ મળીને કુલ ૬૪,૮૨,૭૫૦ નો મુદામાલ સ્થળ ઉપરથી કબ્જે કરીને તાલુકા પોલીસને સોંપી આપેલ છે હવે આગળની તપાસ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે.








