LUNAWADAMAHISAGAR

વિશ્વ તમાકું નિષેધ દિનની ઉજવણી

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

તારીખ ૩૧-૦૫-૨૦૨૩ વિશ્વ તમાકું નિષેધ દિનની ઉજવણી નિમિત્તે ઉંદરા પ્રા આ કેન્દ્ર ના તબીબી અધિકારી  રિત્વીક કપાસી ના માર્ગદર્શન હેઠળ તેમજ આયુષ તબીબ ડો કલ્પેશ એમ સુથાર ના અધ્યક્ષ સ્થાને તેમજ ચરણગામ સા. હેલ્થ એન્ડ વેલ નેસ સેન્ટર ના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર  ગુંજન પટેલ, ત્થા ચાપેલી hwc ના પુરુષ આરોગ્ય કાર્યકર કમલેશ ભાઈ માયવંશી, ત્થા પટ્ટણ પેટા કેન્દ્ર ના પુરુષ આરોગ્ય કર્મચારી વિક્રમ ભાઈ બારીયા ત્થા સ્ત્રી આરોગ્ય કાર્યકર પાર્વતી બેન તડવી, ત્થા f આશા અને આશા બહેનો ની હાજરી માં શીતલ નર્સિંગ સંસ્થા ઘોડારિયા ખાતે તમાકું નિષેધ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે તમાકું અને તમાકુની પ્રોડક્ટ ના ઉપયોગ થી થતા નુકસાન અંગે તેમજ COTPA એક્ટ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તેમજ તમાકું અને તેના ઉત્પાદ નું સેવન ન કરવા અંગે હાજર તમામે પ્રતિજ્ઞા લીધી.

આ સાથે નર્સિંગ સંસ્થા ના તમામ વિદ્યાર્થીઓ ને વર્લ્ડ મેન્સ્ટ્રૂએશન ડે ની ઉજવણીના ભાગરૂપે માસિક સ્ત્રાવ અંગેની જાણકારી પૂરી પાડવામાં આવી તેમજ માસિક સ્ત્રાવ વખતે થતી સામાન્ય સમસ્યાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું તેમ જ સેનેટરી નેપકીન નો યોગ્ય ઉપયોગ તેમજ તેનો યોગ્ય નિકાલ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તેમ જ માસિક સ્ત્રાવ દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય તો તેવા સંજોગોમાં નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ સારવાર કરવા અંગે પણ માહિતી પૂરી પાડવામાં આવી

સાથે સાથે જીવનમાં યોગ તેમજ પ્રાણાયામને દિનચર્યા નો ભાગ બનાવવા અંગે હાજર તમામ નર્સિંગ સ્ટુડન્ટને માહિતી આપવામાં આવી તેમ જ યોગ અને પ્રાણાયામ સેશનનું આયોજન કરી અને દરેક નર્સિંગ સ્ટુડન્ટ દૈનિક દિનચર્યના ભાગરૂપે યોગ તેમજ પ્રાણાયામ કરે તેમ જ સૌપ્રથમ સ્વ તેમજ સ્વજન તેમજ સમુદાયને યોગ અને પ્રાણાયમ અંગે જાગૃત કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!