ચિંતન શિબિરમાં મહીસાગર જિલ્લાના પ્રવાસન સ્થળોને વિકસાવા ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો
ચિંતન શિબિરમાં જિલ્લાના પ્રવાસન સ્થળોને વિકસાવવા વધુ ભાર મુકવામાં આવ્યો
અમીન કોઠારી મહીસાગર
તા.૨૫/૧૧/૨૪
સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં મહીસાગર જિલ્લાના જિલ્લા કલેકટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પ્રાંત અધિકારી અને પ્રાયોજના વહીવટદાર હાજર રહી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોને તેમજ તેને વિકસાવવા અંગે વિશેષ ભાર પણ મૂકવામાં આવ્યો છે.
જેમાં જિલ્લાના બાલાસિનોર રૈયોલી ડાયનાસોર પાર્ક, સંતરામપુર ખાતે આવેલ માનગઢ હિલ તેમજ સાતકુંડા કલેશ્વરી જેવા અનેક સ્મારકોને ટુરીઝમ સાથે સાંકળવા માટે વિવિધ સ્થળોને રાજ્યકક્ષાએથી ટુરીઝમ પ્લેસ તરીકે વિકસાવા અને તેની વિગતવાર ચર્ચા ચિંતન શિબિરમાં કરવામાં આવી હતી.
આ બાબતે અગામી સમયમાં જિલ્લા કક્ષાએથી બેઠકનું આયોજન કરી ટૂંક સમયમાં આ સ્થળોની સ્થળ વિઝીટ કરીને વિકાસ થાય તે અંગે વિશેષ રસ રાખી અને આ અંગે ચોક્કસપણે નિર્ણય લેવામાં આવશે ત્યારે મહીસાગર જીલ્લો વધુને વધુ વિકસિત થાય અને સરકારની તમામ યોજનાનો છેવાડાના વ્યક્તિ સુધી તેનો લાભ મળે તે હેતુ અને તે દિશામાં પ્રયાસ યોજવામાં આવશે.