સંતરામપુર વોર્ડ નંબર 4 માં ગટર ઉભરાવાની સમસ્યાથી નાગરિકો ત્રસ્ત _ નગરપાલીકા કુંભકર્ણ નિંદ્રામાં !!
સંતરામપુર વોર્ડ નંબર 4 માં ગટર ઉભરાવાની સમસ્યાથી નાગરિકો ત્રસ્ત –નગરપાલીકા કુંભકર્ણ નિંદ્રામાં !!
રિપોર્ટર…. અમીન કોઠારી : મહીસાગર
સંતરામપુર નગર પાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 4 માં મરકઝ મસ્જિદથી માંડી મોટી મસ્જિદ સુધીના વિસ્તારમાં, ગટરો ની સાફસફાઈ દરરોજ નહીં થતાં ગટરોનું ગંદું પાણી આ વિસ્તાર સુધી ફરી વળતાં સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ તથા વાહન ચાલકોને અને નમાજ પડવા આવતા નમાજીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..
આ વિસ્તારની ગટરો વારંવાર ઉભરાતી હોય છે છતાં સંતરામપુર નગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.નેઆ સમસ્યા થી આ વિસ્તાર ના નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.આ ગટરો ઉભરાવાની કાયમી સમસ્યાનો સંતરામપુર નગરપાલિકા દ્વારા તેનો કોઈ કાયમી નીરાકરણ નહીં લવાતા નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળે છે.
આ વિસ્તાર ના નગરજનો ની . માંગ છે કે સંતરામપુર નગર પાલિકા નાં ચીફ ઓફિસર તથા સ્ટાફ નેઆ વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાત્કાલિક આ વિસ્તાર ની પ્રત્યક્ષ નિરીક્ષણ કરી ને આ સમસ્યાનો ત્વરીત કાયમી ધોરણે ઉકેલ લાવવા સક્રિયતા દાખવે ને અને સફાઈ કામકાજ તાત્કાલિક કરાવે તેવી માંગ ઉઠી છે.