JETPURRAJKOT

જામકંડોરણામાં લાગણી ના વાવેતર સાતમો સમુહ લગ્નોત્સવ યોજાયો,૧૬૫ નવયુગલ લગ્ન ગ્રંથીથી જોડાયા

તા.૨૫ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સાતમો સમુહ લગ્ન સમારોહ માં ભાજપના પ્રદેશ પ્રમુખ, ધારાસભ્યો, સાસદ, સમાજ ના અગણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

જામકંડોરણા ખાતે સોરાષ્ટ્ર ના ખેડૂત નેતા માજી સાંસદ સ્વ વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં લાગણી ના વાવેતર સાતમો સમુહ લગ્ન સમારોહ નો પ્રારંભ થયો હતો ગુજરાત પોલીસ ભાજપના પ્રમુખ સી આર પાટીલ જામકંડોણા ખાતે પધારતા રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ સ્વાગત કર્યું હતું. બાદ કન્યા છાત્રાલય ખાતેથી ૧૬૫ વરરાજા નો વરઘોડો વિન્ટેજ કાર દ્વારા નીકળેલો હતો. આ સમયે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાથે જયેશભાઈ રાદડિયા લલીતભાઈ રાદડિયા ચેતનાબેન રાદડિયા ગોવિંદભાઈ રાણપરીયા વિઠ્ઠલભાઈ બોદર સહિત અગ્રણીઓ વરઘોડામાં જોડાયા હતા.

આ લાગણીના વાવતેરમાં સમારોહના અધ્યક્ષ સ્થાને સી.આર.પાટીલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ ખોડલધામ ના પ્રમુખ નરેશભાઈ પટેલ ગોરધનભાઇ ઝડફિયા સાંસદ રમેશભાઈ ધદુક ગોવિંદભાઇ પટેલ ભુપતભાઈ બોદર વસંતભાઈ ગજેરા બટુકભાઈ મોવલીયા પરસોતમભાઈ ગજેરા રાજુભાઈ હિરપરા વિપુલભાઈ ઠેસિયા ગોવર્ધનભાઈ ઝડફિયા વિનુભાઈ મોરડીયા લલીતભાઈ વસોયા વિગેરે અગણી ઓ, ધારાસભ્યો, સાસદો, સમાજ ના અગણી ઓ ઉપસ્થિત રહ્યા હતા

જયેશભાઈ રાદડિયા એ જણાવેલ કે લેઉવા પટેલ વિદ્યાર્થી ભુવન ખાતે સમગ્ર લગ્નોત્સવ કાર્યક્રમ જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ ન્યા છાત્રાલય દ્વારા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં લેઉવા પટેલ સમાજની દિકરીઓના સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં ૧૬૫ દિકરીઓ પ્રભુતામાં પગલા આજે પાડ્યા છે. સમસ્ત સમાજ તરફથી રોકડ ચાંદલો ૨૨૨૨ અને સોના-ચાંદીના દાગીના અને પલંગ, સોફાસેટ, ફ્રીઝ, કબાટ, ડબલ બેટ ગાદલા અનેવાસણો મળી કુલ ૧૨૬ ચીજવસ્તુઓનો દિકરીઓને કરીયાવરમાં આપવાં માં આપવામાં આવેલ છે

જામકંડોરણા ખાતે ખેડુત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયા દ્વારા સમુહ લગ્નનું આયોજન કરાયું હતું. હવે જયેશભાઇ રાદડીયા દ્વારા આ આયોજન કરાઇ રહ્યું છે.

આ સમુહ લગ્નને લઇને જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ નયા છાત્રાલય તથા કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશભાઇ રાદડીયાની આગેવાનીમાં આ જાજરમાન આયોજન કરેલ છે જેમાં દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહેલ નવદંપતિઓને આશિર્વચન પાઠવેલ.આ પ્રસંગે ચેતનાબેન રાદડીયા, જયેશભાઇ રાદડીયા, નરેશભાઇ પટેલ, વસંતભાઇ ગજેરા, બટુકભાઇ મોવાલીયા, પરસોતમભાઇ ગજેરા, રાજુભાઇ હિરપરા, મનસુખભાઇ સાવલીયા,કિશોરભાઈ રાઠોડ સહિતના લેઉવા પટેલ સમાજના અગણી ઓ ઉપસ્થિત રહેલ આ કાયકમ ની જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય તેમજ કુમાર. છાત્રાલય વગેરે સંસ્થા ના હોદ્દેદારો ટ્રસ્ટીઓ તેમજ વિપુલભાઈ બાલધા જીતુભાઈ ગોંડલીયા ગોપાલભાઈ પટેલ હરકિશન માવાણી હિતેશ કોયાણી વિગેરે કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવી હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!