મહીસાગર જિલ્લાનું ધોરણ-૧૦ (એસ.એસ.સી.) નું પરિણામ ૮૨.૬૦ ટકા.

મહીસાગર જિલ્લાનું ધોરણ-૧૦ (એસ.એસ.સી.) નું પરિણામ ૮૨.૬૦ ટકા.
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ-૧૦ ની બોર્ડની પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
આ વર્ષે એસ.એસ.સી. (ધોરણ-૧૦) ની માર્ચ-૨૦૨૬ ની પરીક્ષામાં મહીસાગર જિલ્લાનું એકંદર પરિણામ ૮૨.૬૦% નોંધાયું છે, જ્યારે સમગ્ર રાજ્યનું સરેરાશ પરિણામ ૮૩.૮૬% રહ્યું છે. મહીસાગર જિલ્લામાં કુલ ૧૫,૩૦૪ ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૧૪,૭૭૪ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પૈકી ૧૨,૨૦૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા ઉત્તીર્ણ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે, જ્યારે ૨,૫૭૧ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
જિલ્લામાં ગ્રેડ મુજબ પરિણામની વિગતોનું વિશ્લેષણ કરીએ તો વિદ્યાર્થીઓએ ગુણાત્મક રીતે શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. જિલ્લામાં ગ્રેડ મુજબ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં A1 ગ્રેડ:૨૮૫ વિદ્યાર્થીઓ,A2 ગ્રેડ:૧,૨૧૫ વિદ્યાર્થીઓ,B1 ગ્રેડ:૨,૪૩૭ વિદ્યાર્થીઓ,B2 ગ્રેડ:૩,૩૦૭ વિદ્યાર્થીઓ, C1 ગ્રેડ:૩,૦૭૯ વિદ્યાર્થીઓ, C2 ગ્રેડ:૧,૭૬૫ વિદ્યાર્થીઓ અને D ગ્રેડ:૧૧૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આમ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગ્રેડ સાથે સફળતા પ્રાપ્ત કરી છે. તમામ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને જિલ્લા વહીવટી તંત્ર તરફથી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.




