લુણાવાડા ખાતે એસએસસીના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારી.
લુણાવાડા સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ ખાતે એસ એસ સી નાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને ચોકલેટ આપી શુભેચ્છાઓ આપતા જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી…
રિપોર્ટ…
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં ધોરણ ૧૦ માં ૧૫,૧૮૧ પરિક્ષાર્થી, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૭૨૨ પરિક્ષાર્થી અને વિજ્ઞાન પ્રવાહમાં ૧૬૮૮ પરિક્ષાર્થી પરીક્ષા આપી
રાજ્યભરમાં આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે મહીસાગર જિલ્લામાં કલેકટર શ્રીમતી નેહાકુમારી લુણાવાડાની સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ મુલાકાત લઈ પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ખાતે કુમકુમ તિલક કરી તેમજ ચોકલેટથી મો મીઠું કરાવી ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેકટરશ્રીએ પરીક્ષાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યાં હતા.
મહીસાગર જિલ્લામાં એસ એસ સી માં ૩૧ પરીક્ષા કેન્દ્રો પર ૬૫ પરીક્ષા બિલ્ડીંગમાં ૬૫૩ બ્લોકમાં અંદાજે ૧૫,૧૮૧ પરિક્ષાર્થીએ પરીક્ષા આપી. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૬ પરીક્ષા બિલ્ડીંગમાં ૩૦૭ બ્લોકમાં ૭૨૨ પરિક્ષાર્થી પરીક્ષા આપી અને વિજ્ઞાન પ્રવાહમાં ૦૮ પરીક્ષા બિલ્ડીંગમાં ૮૯ બ્લોકમાં ૧૬૮૮ પરિક્ષાર્થી પરીક્ષા આપી.
પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નૈલેશ મુનિયા, શાળાના આચાર્યશ્રી પંકજ પટેલ સહિત શાળા પરિવાર જોડાયા હતા.