મહીસાગર જિલ્લા પંચાયત અને પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે આકર્ષક રંગોળી થકી અપાયો મતદાન જાગૃતિનો સંદેશ

મહીસાગર જિલ્લા પંચાયત અને પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે આકર્ષક રંગોળી થકી અપાયો મતદાન જાગૃતિનો સંદેશ
***
રિપોર્ટર …
અમીન કોઠારી મહીસાગર

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬માં જિલ્લામાં મહત્તમ મતદાન નોંધાય તે માટે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP (સ્વીપ) અભિયાન અંતર્ગત વિવિધ નવતર આયામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે, સરકારી કચેરીઓમાં આવતા નાગરિકોને મતદાન પ્રત્યે જાગૃત કરવા મહીસાગર જિલ્લા પંચાયત કચેરી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી (SP) ની કચેરીના પ્રાંગણમાં આકર્ષક રંગોળીઓ દોરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત કચેરી ખાતે કલાત્મક રીતે તૈયાર કરવામાં આવેલી મતદાન જાગૃતિ રંગોળીની જિલ્લા વિકાસ અધિકારીશ્રી (DDO) એ ખાસ મુલાકાત લીધી હતી. તેમણે રંગોળી નિહાળીને સ્ટાફની આ સર્જનાત્મક પહેલ અને કામગીરીની સરાહના કરી હતી. રંગોળીના માધ્યમથી પંચાયત કચેરીની મુલાકાતે આવતા તમામ અરજદારો અને નાગરિકોને ‘અચૂક મતદાન’ કરવાનો પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે પણ સુંદર રંગોળી દોરવામાં આવી હતી, જેના થકી લોકશાહીના આ પર્વમાં કોઈપણ જાતના ડર કે પ્રલોભન વિના, નિર્ભયપણે અને નૈતિકતાથી મતદાન કરવા માટેનો સકારાત્મક સંદેશ પાઠવવામાં આવ્યો હતો.જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર, મહીસાગર દ્વારા તમામ નાગરિકોને આગામી ચૂંટણીમાં સો ટકા મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરવા અપીલ કરવામાં આવે છે.




