મહીસાગર જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા ઇન્ફીનિટી સ્કૂલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત પરી સંવાદ યોજાયો.
મહીસાગર જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા ઇન્ફિનિટી સ્કુલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત પરિસંવાદ યોજાયો.
અમીન કોઠારી મહીસાગર
ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલ ભારતના બંધારણ ૨૬ નવેમ્બર સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સંવિધાન દિવસ અંગે લોક જાગૃતિ કેળવવા માટે ઉજવણી થાય તે હેતુ સાથે ગુજરાત રાજ્ય ડાયરેકટોરેટ ઓફ પ્રોસીકયુશનની કચેરી દ્વારા સમગ્ર રાજ્યમાં સંવિધાન દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેના ભાગરૂપે મહીસાગર જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા લુણાવાડા ઇન્ફિનિટી સ્કુલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત પરિસંવાદનો મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો હતો.આ પરિસંવાદમાં જિલ્લા સરકારી વકીલ એસ આર ડામોરે બંધારણના આમુખનું વાંચન કર્યું હતું ધોરણ ૫ થી ૧૨ ના ૬૦૦ થી વધુ બાળકો તેમજ ઉપસ્થિત નાગરિકોએ બંધારણના આમુખનું વાંચન પ્રતિજ્ઞા વાંચન કર્યું હતું.
સરકારી વકીલ કેતન રાણાએ બંધારણનો પ્રાથમિક પરિચય આપ્યો હતો. પીઆઈ ધેનું ઠાકરે સંવિધાનમાં આપેલ હક ફરજો તેમજ સાઇબર ક્રાઇમ, પોકસો એક્ટ, ગુડ ટચ બેડ ટચ, મહિલાઓ અંગેના કાયદાઓ વિશે માહિતી આપી હતી. ઇન્ફિનિટી સ્કુલના ચેરમેન સંજય દરજીએ બંધારણમાં મળેલ હકોની સાથે સાથે આપણી ફરજોનું પાલન કરી સારા નાગરિક બનવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં લુણાવાડા પીઆઈ કે કે બુવડ, ઇન્ફિનિટી સ્કુલના ટ્રસ્ટી વૈશાલીબેન, સરકારી વકીલો, વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.