
નરેશપરમાર. કરજણ –

કરજણ ફાયર ફાઇટર્સની ઝડપી કાર્યવાડીથી ડાઇવે અકસ્માતમાં ફસાયેલા ડ્રાઈવરનો બચાવ
કરજણ નજીક આવેલી જિંદાલકંપની પાસે અકસ્માત સર્જાયો, ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું.
તા.૧૯-૦૮-૨૫ના રોજ વહેલી સવારે 1:44 કલાકે, જિંદલ કંપની પાસે નેશનલ હાઈવે 48 પર બનેલા માર્ગ અકસ્માત અંગે પોલીસ દ્વારા ફાયર વિભાગને ઈમરજન્સી કોલ મળ્યો હતો. માહિતી મુજબ, ડ્રાઈવર વાહનમાં ફસાઈ ગયો હતો.તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશન – વડોદરા હેડક્વાર્ટરમાંથી ફાયર ફાઇટર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આધુનિક લાઈફ સેવિંગ રેસ્ક્યુ ટૂલ્સની મદદથી ફાયર ફાઇટર્સે ઝડપી અને સલામત રીતે બચાવ કામગીરી હાથ ધરી. બચાવ કર્યા પછી ઘાયલ વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવ્યો



