સંતરામપુર નગરપાલિકાના અંધેર વહીવટથી પ્રજા ત્રાહિમામ
સંતરામપુર નગરપાલિકા નાં અંધેર વહીવટ થી નગરજનો ત્રસ્ત…
રિપોર્ટર….
અમીન કોઠારી :- મહીસાગર….
તા.૯/૧૧/૨૪
નગરપાલિકા સંતરામપુર દ્વારા કડાણા જળાશય માંથી પીવાનું પાણી લઈ ને શહેર ને અપાતાં પાણી નું બીલ નાં નાણાં નહીં ભરતા કડાણા ડીવીઝન નં.1 દ્વારા ઉઘરાણી કરવા માં આવી…
સંતરામપુર નગરપાલિકા દ્વારા શહેરીજનો ને કડાણા ડેમ નીચવાસમાં આવેલા ઈનટેક વેલ માંથી પાણી લઈ ને નગરપાલિકા સંતરામપુર દ્વારા વોટરવકૅસ દ્વારા પીવાનું પાણી અપાય છે.
નગરપાલિકા સંતરામપુર દ્વારા આ પીવાનાં પાણીની બીલ ની રકમ નહીં ભરતાં કાયૅપાલક ઈજનેર કેડી.૧ કચેરી દ્વારા લેખીતમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા શહેરીજનો માટે કડાણા જળાશય માંથી લેવામાં આવતાં પાણી નાં બીલ ની રકમ માહે સપ્ટેમ્બર 2024 સુધીનાં વ્યાજ ને પેનલટી સાથે રુપિયા દસ કરોડ એકત્રીસ લાખ ઈકોતેર હજાર વસુલ કરવા નાં થતાં હોય તે સંદભૅમાં ચીફ ઓફિસર સંતરામપુર નગરપાલિકા ને લેખિતમા પત્ર લખીને પાણી ની બાકી બીલ ની રકમ જમા કરાવવા જણાવેલ છે.
સંતરામપુર નગરપાલિકા નો વહીવટ નિતી નિયમો નુસાર નહીં કરાતાં ને વિકાસ નાં કામમાં પણ મીલીભગતથી ગોબાચારી ને કટકી કરાતી જોવા મળે છે.
આ નગરપાલિકા દ્વારા માત્રને માત્ર એકજ એજન્સી નું ટેન્ડર મંજૂર થાય તે રીત ની પ્રક્રિયા આચરાતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ધન કચરાના ઢગલા દુર કરવામાં માં પણ નગરપાલિકા ને કોઈ રસ નથી.ને તે અંગેની આવતી ગ્રાન્ટ નાં કરેલ ખર્ચ ની તપાસ કરાય તો મસ મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.