” સમન્વય ફાઉન્ડેશન લુણાવાડા દ્વારા તાજેતરમાં પ્રવીણ દરજી પારિતોષિક અર્પણ કાર્યક્રમ યોજાયો.”

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
” સમન્વય ફાઉન્ડેશન લુણાવાડા દ્વારા તાજેતરમાં પ્રવીણ દરજી પારિતોષિક અર્પણ કાર્યક્રમ યોજાયો.”


સમન્વય ફાઉન્ડેશન લુણાવાડા દ્વારા એક સાહિત્ય સર્જકતાને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે પ્રવીણ દરજી પારિતોષિક કાર્યક્રમ રણજીતસિંહજી વાંચનાલય હોલ લાલસિંહજી પુસ્તકાલય શહેરા દરવાજા પાસે, લુણાવાડા મુકામે ભવ્ય રીતે, પાંચ એપ્રિલ ૨૦૨૬. ને રવિવારે ઉજવાયો હતો.
સૌ પ્રથમ સરસ્વતીજી વંદના પ્રો.ડૉ. શરદ દરજીએ ભાવવાહી સ્વમુખે સંસ્કૃતમાં કરી હતી . ત્યારબાદ દીપ પ્રાગટ્ય વૈદિક સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે મહેમાનો દ્વારા કરવામાં આવેલ. ત્યાર પછી સમન્વય ફાઉન્ડેશન ના મંત્રી ડૉ. નીતા ભગતે સમન્વય ફાઉન્ડેશનનો આદર્શ ચિતાર રજૂ કર્યો હતો.
પ્રવીણ દરજી પારિતોષિક અર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સિધ્ધરાજસિંહજી સોલંકી મહારાજા લુણાવાડા. અતિથિ વિષેશ ડૉ.ભાગ્યેશ જહા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, ડૉ. નિરંજન પટેલ કુલપતિ સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર, ડૉ . હરિભાઈ કાતરીયા કુલપતિ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ગોધરા, ડૉ. કિર્તીભાઈ પટેલ પ્રમુખશ્રી નગરપાલિકા લુણાવાડાની ઉપસ્થિતિમાં કેટલાક મહિસાગર જિલ્લાના સાહિત્યકારો કાનજી પટેલ, નરેન્દ્ર જોશી, મહેન્દ્ર ભાટીયા, રમણભાઈ પ્રજાપતિ, શ્રી સૌરભ મહેતા ઉદય સાયકલ લુણાવાડા તેમજ અન્ય સાહિત્યકારો અને સાહિત્યપ્રિય વ્યક્તિઓથી આખો હોલ ભરચક હતો તેમાં આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો.
પ્રસંગિક પ્રવચનમાં મહારાજા શ્રી સિધ્ધરાજસિંહજીએ પદ્મશ્રી પ્રવીણ દરજીના જીવન વિશે વિસ્તૃત સુંદર માહિતી આપી હતી.
ડૉ. ભાગેશ જાહે દેવભાષા સંસ્કૃતમાં પોતાની આગવી સાહિત્યિક લઢણમાં કવિ યોગેશ વૈધના ગીર અને સિંહને લગતી કાવ્ય પંક્તિઓનું રસપાન કરાવતાં સર્વના મુખે હાસ્યછોળો ઉપસાવી હતી. ડૉ. નિરંજન પટેલે અને ડૉ. હરિભાઈ કાતરીયાએ સુંદર પ્રસંગિક પ્રવચન કરેલ. લુણાવાડા નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલે લુણાવાડામાં પદ્મશ્રી પ્રવિણ દરજી માર્ગ નામાભિધાન કરવા જાહેરાત કરી હતી. ત્યારબાદ પ્રથમ પ્રવીણ દરજી પારિતોષિક કવિ યોગેશ વૈધને તેમના દીર્ઘ કાવ્ય “નેખમ” ને અર્પણ કરવામાં આવેલ. મહેમાનોનું શાલ અને પુસ્તિકાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ. પદ્મશ્રી પ્રવીણ દરજીએ પોતાના જીવનપથની અલગારી ભાષામાં રજૂઆત કરી હતી. પ્રવીણ દરજીને સાંભળવા એક અનેરો લ્હાવો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. હિરેન્દ્ર પંડ્યાએ કર્યું હતું. આભાર વિધિ ડૉ. શરદ દરજી એ કરી હતી.





