વિજાપુર ડફેર સિંધી સમાજ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતા ના પ્રતિક કચ્છ હાજીપીર ના ઉર્ષ ખાતે પગપાળા યાત્રા નીકળી ૧૫૦ જેટલા લોકો યાત્રા મા જોડાયા

વિજાપુર ડફેર સિંધી સમાજ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતા ના પ્રતિક કચ્છ હાજીપીર ના ઉર્ષ ખાતે પગપાળા યાત્રા નીકળી ૧૫૦ જેટલા લોકો યાત્રા મા જોડાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ડફેર સિંધી સમાજ દ્વારા ડફેર ડંકા ખાતે થી કચ્છ મા આવેલ હિન્દુ મુસ્લિમ એકતા ના પ્રતિક ખ્વાજા સૈયદ અલી અકબર ઝકરિયા ર. અ હાજીપીર ઓલિયા ના દરબાર ખાતે જવા પગપાળા યાત્રા નીકળી હતી.૫૦૦ કિલો મીટર સુધી ચાલી ને પંદર મા દિવસે યાત્રા કચ્છ ખાતે પોહચશે અને દરગાહ ખાતે ચાદર અર્પણ કરવા મા આવશે આ પદ યાત્રા મા ૧૫૦ જેટલા પગપાળા યાત્રા જોડાયા હતા. જેમાં મહીલા પુરુષો બાળકો સહિત જોડાયા હતા. આ અંગે ડફેર સમાજના આગેવાન ઉંમર ભાઈ ડફેરે જણાવ્યું હતુ કે કચ્છ મા આવેલ હાજીપીર ઓલિયા ની દરગાહ સાથે હિન્દુ મુસ્લિમ દરેક સમાજના લોકો અતૂટ શ્રધ્ધા ધરાવે છે તેઓ એકતા ના પ્રતિક હોઈ તેમના ઉર્ષ મા દરેક જાતિ ધર્મ ના લોકો જોડાયેલ છે.અમારો ડફેર સમાજ જેમાં મહસાણા અને વિજાપુર મા રહેતા લોકો માંથી કુલ ૪૫૦ જેટલા લોકો દર વર્ષે ની જેમ આ વર્ષે પણ પગપાળા યાત્રા સ્વરૂપે ૫૦૦ કિલો મીટર સુધી ચાલી ને દરગાહ ખાતે ઉર્ષ ના સમયે પોહચશે જ્યાં ચાદર પોશી ફૂલ પોશી ગુલાબ પોશી સહિત કાર્યક્રમ કરવા મા આવશે એકતા ના પ્રતિક કચ્છ ના ખ્વાજા ગણાતા હઝરત સૈયદ અલી અકબર ઝકરિયા રહેમતુલલાહ અલયહે નો ઉર્ષ હિન્દુ મુસ્લિમ એકતા સાથે ધામ ધૂમ થી ઉજવવા મા આવેછે.




