MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલીયા ગામની ઘટના.

મહિસાગર જિલ્લામાં આવેલા સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે વિદ્યાર્થીઓના પુસ્તકો સળગાવી દેતા વાલીઓ એ શાળામાં હોબાળો મચાવ્યો.

અમીન કોઠારી મહીસાગર
તા.૨૩/૯/

જવાબદાર શિક્ષિકા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર સમગ્ર બનાવવાની વિગત એવી છે કે,સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે થોડા સમય અગાઉ ભારે વરસાદ પડવાના કારણે વિદ્યાર્થીઓ ના મકાનો શાળા થી દૂર હોવાના કારણે પાઠ્યપુસ્તકો અને દફ્તર વરસાદના કારણ પલળી જાય તે માટે શાળામાં દફ્તર મૂકી દેવામાં આવેલા હતા, પરંતુ બે દિવસની રજા પડતા વિદ્યાર્થીઓ આવીને દફતર અને પાઠ્ય પુસ્તકો શાળાની અંદર શોધખોળ કરતા, મળી આવેલા ન હતા.

શાળાના વિદ્યાર્થી પારગી દેવેન્દ્રભાઈ અને કટારા પંકજભાઈ પુસ્તકો માટે શિક્ષક અને આચાર્યને રજૂઆત અને વારંવાર માંગણી કરતા “આજે આપીશું કાલે આપીશું ” તેમ કહીને સમય પસાર કરતા હતા. અને પુસ્તકો આપવામાં ગલ્લા તલ્લા કરતા હતા.

 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વિદ્યાર્થીઓને દફતર ન મળતા આખરે હારી થાકીને તેમણે વાલીઓને જાણ કરતાં,વાલીઓએ પણ શાળાની અંદર તપાસ કરી, શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓ નાં દફતર અને પાઠ્ય પુસતકો શાળા માં ફરજ બજાવતા શિક્ષિકા બેન એ સળગાવી નાખેલા છે. તેઓ આરોપ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા મૂકવામાં આવેલો છ,

અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે,આ ઘટનાને લઈને સીમલીયા પ્રાથમિક શાળામાં સવારથી જ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ભેગા થઈને શાળામાં વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો દગતર સહિત તેમને પરત આપવામાં આવે એ માટે માંગણી કરી હતી અને તેનો જવાબ માંગેલ હતો. પરંતુ શાળાના જવાબદાર શિક્ષક શિક્ષિકાઓ તરફથી કોઈ યોગ્ય જવાબ આપેલો ન હતો અને અમે તો આવું કર્યું જ નથી તેવું જણાવવામાં આવેલ હતું.

આ બનેલ ઘટનાની તમામ વાલીઓ ભેગા મળીને શાળાના શિક્ષિકા બેનના વિરોધ માં પોલીસ ફરિયાદ પણ આપી હોવાનું જાણવા મળેલ.

વાલીઓએ જણાવેલ કે, છેલ્લા 10 થી 15 વર્ષથી આ પ્રાથમિક શાળામાં સારું શિક્ષણ ન મળવાના કારણે વિદ્યાર્થીઓનું ભાવી પણ બગડી રહ્યું છે. શિક્ષિકા અને આચાર્યની અહીંયા થી બદલી કરવામાં આવે તો જ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તેમ છે. વર્ષોથી ચીટકી રહેલા શિક્ષક શિક્ષિકાઓ ને બદલી કરવામાં આવે તો જ અમારા ગામનો અને શિક્ષણનો ઉદ્ધાર થાય તેમ છે. અમારા વિદ્યાર્થીઓને ડોક્ટર સાથે પાઠ્યપુસ્તકો પરત કરવામાં નહીં આવે તો ટૂંકા ગાળામાં શાળાને તાળાબંધી પણ કરવામાં આવશે તેવી ચીમકી વિદ્યાર્થીઓના તમામ વાલીઓએ ઉચ્ચારેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!