MAHISAGARSANTRAMPUR
સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો ઉપદ્રવ વધી જતા પ્રજા ભયભીત
સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો નો ઉપદ્રવ શરૂ થતાં પ્રજા ભયભીત.
અમીન કોઠારી મહીસાગર
તા.૨૮/૯/૨૪
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સંતરામપુર તાલુકાના થાભા ગામે ગતરાત્રીના સુમારે ગામનાં પાંચ બંધ મકાનોના તાળા નકુચા તોડી ને તસ્કરો એ ધરમાં ધુસી ને ધરમાંનો સર સામાન રફે દફે કરીને સોના ચાંદી નાં દાગીના આશરે 17 તોલા નાં દાગીના અને રોકડ રુપિયા નવહજાર ની તસ્કરો એ ધરફોડ ચોરી કરી ને ફરાર થઇ ગયેલ છે.
આ બનાવ અંગે થાભા નાં રહીશ પટેલ કાનજીભાઈ દલાભાઈ એ
આજરોજ સંતરામપુર પોલીસ મથકે લેખીતમાં ફરીયાદ આપતાં આ ચોરી ની ધટના માં પોલીસ ધટના સ્થળે તપાસમાં દોડી ગયેલ.
ગામડામાં તસ્કરો સક્રિય થતાં ને બંધ મકાનો ને ટાર્ગેટ બનાવી ને તસ્કરો તેમનો તસ્કરી નો કસબ અજમાવા ની શરૂઆત કરતાં ગ્રામજનો નો માં ભયનો માહોલ છવાયો છે.