MAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાની નર્સિંગપુર શાળાના શિક્ષકનું બહુમાન કરાશે.

સંતરામપુર તાલુકાની નરસિંહપુર શાળાના શિક્ષકનું બહુમાન કરાશે…

રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર

*સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા મહીસાગરના શિક્ષક રમેશકુમાર ચૌહાણની ‘ગુરુ ગૌરવ એવોર્ડ-૨૦૨૬’ માટે પસંદગી*

 

 

પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી પોરબંદર સ્થિત ‘શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ – સાંદીપનિ વિદ્યાનિકેતન’ દ્વારા પ્રતિ વર્ષ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શિક્ષણ અને આધ્યાત્મિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર શ્રેષ્ઠ સારસ્વતોનું ભાવપૂજન કરવામાં આવે છે. આ વર્ષે ‘ગુરુ ગૌરવ એવોર્ડ–૨૦૨૬’ માટે સમગ્ર મહીસાગર જિલ્લામાંથી સંતરામપુર તાલુકાની નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રમેશકુમાર બદામીલાલ ચૌહાણની સંસ્થાની ગુપ્ત ચયન સમિતિ દ્વારા વિશેષ પસંદગી કરવામાં આવી છે.

સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા અપાતા આ પ્રતિષ્ઠિત સન્માનની સૌથી મોટી વિશેષતા એ છે કે આ માટે શિક્ષકે પોતે કોઈ જ પ્રકારની ફાઇલ, અરજી કે દરખાસ્ત કરવાની હોતી નથી. સંસ્થાની ગુપ્ત ચયન સમિતિ દ્વારા નિષ્પક્ષ રીતે સમગ્ર રાજ્યમાંથી પોતાના શૈક્ષણિક ક્ષેત્રમાં ટેક્નોલોજીનો ઉપયોગ, નવતર પ્રયોગો (Innovations) તથા શાળા અને સમાજ માટે વિશિષ્ટ કાર્ય કરનાર શિક્ષકોની કામગીરીનું મૂલ્યાંકન કરીને કોઈપણ અરજી વગર સીધી જ ‘સરપ્રાઇઝ’ પસંદગી કરવામાં આવે છે.

આ બે દિવસીય ભવ્ય ભાવપૂજન સમારોહનું આયોજન સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તેમજ રાજ્ય અને દેશના વિવિધ મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં આગામી તા. ૨૭ અને ૨૮ જુલાઈ, ૨૦૨૬ (સોમવાર અને મંગળવાર) ના રોજ યોજાશે. આ સમારોહ દરમિયાન શ્રી રમેશકુમાર ચૌહાણનું વિશેષ બહુમાન કરવામાં આવશે. આ ગૌરવવંતા સન્માન માટે પસંદગી થવા બદલ સમગ્ર શાળા પરિવાર, ગ્રામજનો, પરિવારજનો તથા મિત્ર વર્તુળ દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!