બાકોર પોલીસ સ્ટેશનના છેતરપીંડી ના ગુન્હામાં બે નાસતા ફરતા આરોપીઓને રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના સીમલવાડા ખાતેથી શોધી કાઢવામાં બાકોર પોલીસને મળી સફળતા

બાકોર પોલીસ સ્ટેશનના છેતરપીંડી ના ગુન્હામાં બે નાસતા ફરતા આરોપીઓને રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના સીમલવાડા ખાતેથી શોધી કાઢવામાં બાકોર પોલીસને મળી સફળતા
અમીન કોઠારી મહીસાગર
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા સંતરામપુર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક જી.એલ.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ
બાકોર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સપેક્ટર જે.વી.પટેલ બાકોર પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૧૨૬૦૦૪૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૧૮(૪), ૫૪ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ બાબતે હ્યુમન સોર્સિસ તથા ટેકનીકલ એનાલીસીસ આધારે તપાસ કરતા માહીતી મળેલ કે સદર ગુન્હાના નાસતા ફરતા આરોપીઓ રતનલાલ ઉર્ફે રાકેશભાઇ લક્ષ્મણભાઇ પાંડોર રહે.ઢુંઢાવાડા તા.સીમલવાડા જી.ડુંગરપુર તથા લુટેરી દુલ્હન રેખાબેન અશોકભાઇ ડામોર રહે.ઢીંચણીયા તા.ઇડર જી.સાંબરકાઠા નાઓ રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના સીમલવાડા ખાતે હોય જેથી બાકોર પોલીસ સ્ટાફ સાથે સદર જગ્યાએ તપાસ કરતા આરોપીઓ મળી આવતા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગુન્હાની વિગત:- બાકોર પો.સ્ટે. A-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૧૨૬૦૦૪૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪), ૫૪ મુજબના ગુન્હાના કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં રહી ફરીયાદી રીંકેશકુમાર જીતુભાઈ પટેલ નાઓને લગ્ન કરવા દુલ્હન તરીકે લુટેરી દુલ્હન આરોપી રેખાબેને પોતાનુ નામ ખોટુ જ્યોતી બતાવી ખોટી લગ્ન વિધિ કરી તેમજ આરોપી રતનલાલ ઉર્ફે રાકેશભાઇ લક્ષ્મણભાઇએ લુટેરી દુલ્હનના ભાઇ તરીકે ખોટી ઓળખ આપી આરોપીઓએ ફરીયાદી પાસેથી રોકડ રકમ તથા ઘરેણા લઈ ભાગી જઈ છેતરપીંડી કરી ગુન્હો કરેલ.
પકડાયેલ આરોપીઓ
(૧) રતનલાલ ઉર્ફે રાકેશભાઇ લક્ષ્મણભાઇ પાંડોર રહે.ઢુંઢાવાડા તા.સીમલવાડા જી.ડુંગરપુર તથા
(૨) રેખાબેન અશોકભાઇ ડામોર રહે.ઢીંચણીયા તા.ઈડર જી.સાંબરકાઠા ( લુટેરી દુલ્હન )
ગુન્હાની એમ.ઓ:-
લગ્નોચ્છુક અપરિણિત માણસોને ભોળવીને લગ્ન કરવા સારૂ છોકરી બતાવી ખોટી લગ્ન વિધિઓ કરાવી રૂપિયા તથા ઘરેણા લઈ ભાગી જઈ છેતરપિંડી કરવી
કામગીરી કરનાર અધિકારી/પોલીસ કર્મચારી:
(૧) પો.ઈન્સ જે.વી.પટેલ બાકોર પો.સ્ટેશન (૨) પો.સબ.ઇન્સ આ૨.સી.ચૌહાણ બાકોર પો.સ્ટે
(૩) એ.એસ.આઇ અનિલકુમાર મનુભાઇ બ.નં.૭૨૦ (૪) અ.હે.કોન્સ મનોજકુમાર નવલસિંહ બ.નં.૮૪૬
(૫ આ.પો.કો. ભાવેશભાઈ રામાભાઈ બ.ન.૩૦૭ (૬) અ.પો.કો અંકીતકુમાર ગોકળભાઇ બ.નં.૫૮૪
(૭) આ.પો.કો જીગરકુમાર હીરાભાઇ
બ.નં.૩૩૫ (૮) વુ.પો.કો. હિનાબેન મફાભાઇ બ.નં.૭૧૨
યોગ્ય કાર્યવાહી કરેલ છે.




