સંતરામપુર ખાતે 16 ગામ વણકર સમાજ દ્વારા વણકર દીવસની ઉજવણી કરવામાં આવી.
સંતરામપુર તાલુકાના 16 ગામ વણકર સમાજ દ્વારા વણકર દિવસની ઉજવણી કરવામાં આવી….
અમીન કોઠારી :- મહીસાગર
આજરોજ મધ્ય ગુજરાત ઝોન કક્ષાની વણકર દિવસ ની ઉજવણી સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે શ્રી કે પી વાગેલા નિવૃત્ત નાયબ નિયામકશ્રી સમાજ કલ્યાણ વિભાગ ના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવી જેમાં શ્રી પ્રોફેસર શ્રી ખંડુભાઈ પરમાર, કે જી પરમાર લાડપુર,શ્રી જેઠાભાઈ વણકર પાંડવ
પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી વેચાતભાઈ પરમાર, દાહોદ જિલ્લા પ્રમુખ ડૉ નરેશ ચાવડા મહીસાગર જિલ્લા પ્રમુખ દિનેશભાઇ પરમાર, શીવાભાઈ વણકર માજી પ્રમુખ નગર પાલિકા સંતરામપુર વિંગે રે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય માં પ્રથમ નંબરે માલવણ p h c ના ડૉ નિલય આર કસબાતી નું અને સામાજિક આગેવાનો શૈક્ષણિક સામાજિક ધાર્મિક આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપતા,41 ભાઈઓ-બહેનો નું સન્માનિત કરવામાં આવ્યા હતા .
જેમને શાલ ટ્રોફી, સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
આ વણકર દિવસ ની ઉજવણી શ્રી અખિલ ભારતીય વણકર સમાજ મહાસંઘ મહીસાગર ના સંયુક્ત ઉપક્રમે શ્રી દિનેશભાઈ પરમાર સુંદર મઝાનું આયોજન કયું હતું આયોજિત કરવામાં આવ્યું સંતરામપુર તાલુકાના પ્રમુખ શ્રી ભીખાભાઈ પરમારે સ્વાગત પ્રવચન કર્યું અને આભાર વિધિ લુણાવાડા તાલુકાના પ્રમુખ શ્રી પ્રદીપ ચૌહાણે કરી હતી શ્રી એલ કે વણકર ઝોન પ્રભારી શ્રી વાલજીભાઈ પરમાર, રતનબેન પ્રણામી,મંગુબેન વિગેરે બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમાજ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા