વિરપુર જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે સ્તન અને ગર્ભાશય કેન્સરનો ફ્રી નિદાન કેમ યોજાયો
વીરપુર જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે સ્તન અને ગર્ભાશય કેન્સરનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો.
મહીસાગર:- અમીન કોઠારી
વીરપુર જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહિલાઓ માટે સ્તન અને ગર્ભાશય કેન્સરનો ફ્રી નિદાન કેમ્પ રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને વીરપુર સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે યોજાયો હતો .
ટ્રસ્ટના પ્રમુખમયંક જોષી અને ટ્રસ્ટી જીગર પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી મુક્તિબેન કાકા અને નચિકેત પંડ્યા દ્વારા કેટલાય દિવસોથી ગામેગામ ફરી મહિલાઓને કેન્સર જાગૃતિ માટે માહિતી આપી ફ્રીમાં કેન્સરના ટેસ્ટ કરાવવા અને કેમ્પનો લાભ લેવા માટે પ્રચાર કરવામાં આવવેલ હતો તેમજ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અને માર્ગદર્શનથી જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ આઈસીડીએસ વિભાગના સહકારથી આ કેન્સર ચેકપ કેમ્પમાં 1000 થી પણ વધુ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ને લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ડો.આરતીબા જાડેજા, ડો.ક્રિષ્નપાલસિંહ સોલંકી સહિત અમદાવાદથી આવેલ રેડ ક્રોસની ટીમ દ્વારા મહિલાઓને કેન્સરને લગતા તપાસની ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીસી.એલ પટેલ.જીલલાભાજપપ્રમુખ દશરથભાઈ બારીયા, અગ્રણી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા આરોગ્ય અધિકારી કે કે પરમાર સહિત મોટી સંખ્યામાં બહેનોને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.