દસાડા તાલુકાના પીપળી ગામે લોકોને ખરા ઉનાળે પાણી માટે એક કિલોમીટર દૂર જવું મજબૂર બન્યા.
તા.06/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
દસાડા તાલુકાના પીપળી ગામે લોકોને ખરા ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે જેમાં પૂરતું પાણી નહીં મળતું હોવાથી ગામના તળાવનું દૂષિત પાણી પીવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે અને લોકોને ખરા ઉનાળે પાણી માટે રઝડપાટ કરવો પડી રહ્યો છે એક બાજુ નલ સે જલ યોજના થકી ઘરે ઘેર પાણી પહોચાડવામાં આવી રહ્યું છે ત્યારે પીપળી ગામે નળ તો છે પણ જળ માટે ફાંફા પડ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામા આવેલા પીપળી ગામે આશરે 2196 પરિવાર વસવાટ કરી રહ્યા છે ત્યારે આ પરિવારોને ભર ઉનાળે છેલ્લા બે મહિનાથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે પીપળી ગામની ગૃહિણીઓએ પીવાના પાણી માટે એક કિલો મીટરથી વધુ દૂર જવા મજબૂર બની છે ત્યારે પીપળી ગામે પાણીનો સંપ આવેલો છે જેમાં સરવાલ ગામેથી પાણી આવે છે જેમાં ગ્રામજનોની સંખ્યા જોતા પૂરતું પાણી પણ આપવામાં આવતું નથી ત્યારે આ પાણી ન મળતા લોકો પીપળી ગામમાં આવેલા સામૂહિક તળાવનું દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે ત્યારે તળાવના પાણીમાં અસંખ્ય પ્રકારની ગંદકી હોય કમરકાકડી નામની વનસ્પતિના લીધે પાણી પણ ખરાબ થઈ ગયેલું છે ત્યારે પીપળી ગામની વસ્તી જોતા પંચાયત તરફથી એક બોર ફાળવવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ ઊઠવા પામી છે મોટે ભાગે પીપળી ગામનો પીવાના અને ઘર વપરાશના પાણીનો સ્ત્રોત માત્રને માત્ર અહીંથી પસાર થતી નર્મદા કેનાલ છે ત્યારે આ કેનાલ છેલ્લા બે માસથી તંત્ર દ્વારા બંધ કરી દીધેલી હોય જેના લીધે ગ્રામજનોને પીવાના પાણીનો સ્ત્રોત હતો જે સદંતર બંધ થઈ ગયેલો છે ત્યારે પીપળી ગામે આવેલા સંપ પણ જર્જરિત હાલમાં હોવાથી જગ્યા જગ્યાએથી લીકેજ પ્રોબ્લેમ હોય અને જે નિર્માણ પામેલ હોય ત્યારે 500 ઘરને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકી નવી બનાવવા માટે પણ ગત વર્ષે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગ્રામજનોની પ્રબળ માંગ ઊઠવા પામી હતી કે, તેઓને પીવાનું અને ઘર વપરાશનું પાણી પૂરતું પૂરું પાડવામાં આવે ત્યારે બે મહિનાથી પાણીના પ્રશ્ન સામે ઝઝૂમતા લોકોની ક્યારે આતુરતાનો અંત આવશે તેવું જણાવ્યું હતું.




