અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ફોર્ચ્યુનરમાં કમળ પટ્ટો લટકાવી પોશડોડાની ખેપ , માલપુર પોલીસે ફોર્ચ્યુનરમાંથી 8.28 લાખનો જથ્થો ઝડપ્યો
*લક્ઝુરિયસ કાર સહિત અન્ય વાહનોમાં કમળ પટ્ટો ભરાવી લોકો રોફ જમાવી રહ્યા છે,વાહન આગળ કમળ પટ્ટો લટકેલો હોવાથી મહત્તમ પોલીસ રોકતી ન હોવાથી કેટલાક અસામાજિક તત્ત્વો ભાજપના ખેસનો દુરુપયોગ કરી રહ્યા છે*
*ગુજરાતનું યુવાધન ચરસ,ગાંજા અને એમડી ડ્રગ્સના રવાડે ચઢી બદનામ થઈ રહ્યું છે ડ્રગ્સના કારોબારીઓને પોલીસનો ખોફ જ ન હોય તેમ ઠેર ઠેર દારૂની માફક હવે ડ્રગ્સ મળી રહ્યું છે*
અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય અને અન્ય જીલ્લાને અડીને આવેલ સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી સાથે હવે પોશડોડા,અફીણ,ચરસ,ગાંજા સહિત ડ્રગ્સની હેરાફેરી માટે નશાના કારોબારીઓમાં ફેવરેઇટ બની હોય તેમ સતત નિતનવા કીમિયા અપનાવી વિવિધિ વાહનો મારફતે જથ્થો ગુજરાતમાં ઠાલવવા પ્રયત્નશીલ બન્યા છે જોકે જીલ્લા પોલીસ બાતમીદારોના નેટવર્કના પગલે નશાના કારોબારીઓ પર તવાઈ બોલાવી મોટા પ્રમાણમાં નશાશીલ પદાર્થો જપ્ત કરી આરોપીઓને જેલના હવાલે કરી રહી છે માલપુર પોલીસે અંતરિયાળ વિસ્તારમાંથી પોશડોડાની ખેપ મારતી ફોર્ચ્યુનર ગાડીને ઝડપી લીધો હતો નશાની ખેપ મારનાર પેડલર રફુચક્કર થઈ ગયો હતો
અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના આગમન પછી જીલ્લા પોલીસતંત્ર વાઈબ્રન્ટ બની હોય તેમ બુટલેગરો અને નશાના કારોબારીઓ પર તવાઈ બોલાવી છે માલપુર PI કિરણ દરજી અને તેમની ટીમને નાઈટ પેટ્રોલીંગ દરમિયાન માલપુરના ગ્રામ્ય વિસ્તારોના અંતરિયાળ માર્ગો પરથી પોશડોડા ભરેલી ફોર્ચ્યુનર ગાડી પસાર થવાની બાતમી મળતાં તાબડતોડ માલપુર પોલીસ મસાદરા ગામના અંતરિયાળ માર્ગો પર પહોંચી હતી પોલીસ જીપ જોઈ ફોર્ચ્યુનર ચાલક કાચા રસ્તા પર હંકારી મૂકી રસ્તા પર રાખી દઈ હવામાં ઓગળી જતા માલપુર પોલીસે ફોર્ચ્યુનરની તલાસી લેતા અંદર કાળા કોથળામાં સંતાડેલ રૂ.8.28 લાખનો 276 કિલો જેટલો પોશડોડાનો જથ્થો જપ્ત કરી પોશડોડા સહિત ફોર્ચ્યુનર મળી રૂ.28.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા ચાલક સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી