વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા ,તા-૧૫ સપ્ટેમ્બર : ૧૪મી સપ્ટેમ્બર રાષ્ટ્ર ભાષા હિન્દી દિવસ નિમિત્તે શ્રી સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે શાળાના આચાર્યશ્રી ડો. વિષ્ણુભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ હિન્દી દિનની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ હતી. જેમા “હિન્દી કા મહત્વ”, વિષય પર વકતૃત્વ સ્પર્ધા અને કવિતા પઠન સ્પર્ધાઓ યોજવામાં આવેલ હતી. સ્પર્ધાની શરૂઆત પહેલા શાળાના શિક્ષક અલ્પેશભાઈ જાનીએ પ્રસંગોચિત ઉદબોધન કરી સ્પર્ધાના નિયમો અને ગુણાંકન પધ્ધતિથી સ્પર્ધકોને વાકેફ કરેલ હતા. સ્પર્ધાઓમાં ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓએ ખૂબ જ ઉમંગભેર ભાગ લીધેલ હતો. સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા વિજેતાઓના નામ ધોષિત કરવામા આવેલ હતા. જે મુજબ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે સોરા ખતુબાઈ, દ્વિતીય ક્રમે પઠાણ હાજીયાણીબાઈ, તૃતીય ક્રમે ગરવા કંચન તેમજ કાવ્ય પઠન સ્પર્ધામાં પ્રથમ ક્રમે આહિર અંકિતા, દ્વિતીય ક્રમે આહિર કોમલ, તૃતીય ક્રમે આયર નિલમ વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. આ સ્પર્ધાઓના નિર્ણાયકો તરીકે શાળાના વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ અલ્પેશભાઈ જાની, રમેશભાઈ ડાભી, કિશનભાઇ પટેલ, આશાબેન પટેલ, ભુમિબેન વોરા તેમજ અલ્પાબેન ગોસ્વામીએ સેવાઓ આપેલ હતી. સમગ્ર કાર્યક્રમનુ સંકલન તેમજ સંચાલન બી.એડ. કોલેજના તાલીમાર્થી સાવિત્રીબેન નઝારે કરેલ હતુ.