
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા દ્વારા રક્ષેશ્વર મંદિર ખાતે શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ગામે ગામ યોજાઈ રહ્યું છે. લોકો સ્વચ્છતા માટે જાગૃત બની રહ્યા છે. જે અંતર્ગત માલપુર તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થધામ રક્ષેશ્વર મહાદેવ મંદિર ખાતે માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા ની ગ્રાન્ટ માંથી 2.50 લાખ રૂપિયાના ના ખર્ચે બનનારા શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે માલપુર સરપંચ મહેશભાઈ ઉપાધ્યાય દ્વારા પ્રમુખશ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.માલપુર ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ ગોર, અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા ઉપાધ્યક્ષ પ્રકાશ પંડ્યા, બ્રહ્મ અગ્રણી ધીરજભાઈ ગોર, રોહિતભાઈ પંડ્યા, પૂર્વ સરપંચ યોગેશભાઈ પંડ્યા, પ્રવીણભાઈ પંડ્યા, જિગ્નેશભાઈ ભટ્ટ, વિમલભાઈ ભટ્ટ, જાફરભાઈ પંડ્યા, ચેતનભાઈ ગોર, યુવા અધ્યક્ષ હર્ષુ પંડ્યા, કલ્પેશ ભટ્ટ તેમજ માલપુર ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા





