GUJARATMAHISAGARSANTRAMPUR

કડાણા તાલુકાનું માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્યની સેવા બાબતે ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

તારીખ…૬/૭/૨૪

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમગ્ર ગુજરાતમાં આરોગ્યની સુવિધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો…..

પેટા હેડીંગ….

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણને કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટમાં 100 માંથી 94 માર્કસ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.

 

દેશના પ્રત્યેક નાગરિક, ખાસ કરીને છેવાડાના માનવીને પણ, પોતાના ઘરની નજીક ગુણવત્તાસભર આવશ્યક અને વ્યાપક આરોગ્ય સેવાઓ મળે, તે સુનિશ્ચિત કરવા અને સૌનું આરોગ્ય અને સ્વાસ્થ્ય જળવાઇ રહે તેવા ઉમદા ઉદ્દેશ્ય સિધ્ધ થાય, તે માટે સર્વગ્રાહી, પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનાવવા જે અગાઉ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે જાણીતું હતુ, તેને સરકારશ્રી ધ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર તરીકે વિકસાવેલ છે.

 

 

આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.
ત્યારે મહીસાગર જિલ્લો છેવાડાનો એક પણ માનવી આરોગ્યની સુવિધાથી વંચિત ના રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે ત્યારે મહીસાગર જિલ્લા માટે ગૌરવની વાત છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણને સમગ્ર ગુજરાતમાં કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.

Box …

જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ ના તમામ ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં ટીમ મહીસાગર દ્વારા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ પ્રકારની ઉત્તમ કામગીરી થાય તે માટે સૂચનો આપી છેવાડાનો એક પણ માનવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત ના રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે.
સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ ને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતાં મેડિકલ ઓફિસર માલવણ ડો. નિલય આર કસ્બાતીને જણાવ્યું હતું કે, આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૨૪ ગામના ૨૩ હજારથી વધુ લોકોને આરોગ્યની સેવા પૂરી કરવામાં આવે છે.

મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકાના માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ મળ્યું જેમાં કેન્દ્ર કક્ષાએથી આવેલ ટીમ તરફથી 100 માંથી 94 માર્કસ સાથે સમગ્ર ગુજરાતમાં માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષામાંથી આવેલ ટીમ દ્વારા ઓ.પી.ડી. ,આઈ.પી.ડી., લેબર રૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ, જનરલ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં તપાસ કરવામાં આવી હતી અને 90 થી વધારે માર્કસ આપવામાં આવ્યા હતા.

આ એસેસમેન્ટ દરમ્યાન સેવાની જોગવાઈ,દર્દીના અધિકારો,ઇનપુટ,સહાયક સેવા,ક્લિનિકલ સંભાળ,ચેપ નિવારણ ,ગુણવત્તાની વ્યવસ્થા,આઉટપુટ વગેરેની ચકાસણી કરવામાં આવેલી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઉત્કૃષ્ટ કામગીરી એવૉર્ડ-૨૦૧૬-૨૦૧૭, ઉત્કૃષ્ટ કામગીરી એવૉર્ડ-૨૦૧૭-૨૦૧૮, મેગા રકતદાન કેમ્પ આયોજક એવોર્ડ -૨૦૧૮, બેસ્ટ મેડિકલ ઓફિસર એવોર્ડ-૨૦૧૮-૨૦૧૯, પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ (નવી દિલ્હી)-૨૦૨૦, કાયાકલ્પ એવોર્ડ-૨૦૨૧, કોરોના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ-૨૦૨૨, મેગા રકતદાન કેમ્પ આયોજક એવોર્ડ-૨૦૨૨ પ્રાપ્ત થયા છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ ખાતે સારવાર લઈ રહેલ વણકર વિપુલકુમાર જણાવે છે કે, હું અને મારો પરિવાર ઘણા સમયથી આ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઈ રહ્યા છીએ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ ને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો તે હમારા માટે ગૌરવની વાત છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાથી લઈ અત્યાર સુધી આરોગ્યની સુવિધામાં ઉત્તમ કામગીરી કરી છે.

Back to top button
error: Content is protected !!