
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
માંડવી,તા-૧૭ ફેબ્રુઆરી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ( રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત) દ્વારા જિલ્લાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની યોગાસન સ્પર્ધા ૨૦૨૫નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કચ્છ જિલ્લાની સ્પર્ધાનું આયોજન ગત રવિવારે માધાપર, એમ. એસ. વી. શાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ચાર કેટેગરીમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે. જેમાં તેમાં વિરલ યોગ સેન્ટર- અંજારના મમતાબેન કુનાલભાઈ નગાંધીએ (કેટેગરી ૩ બહેનોમાં) પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. જિલ્લાકક્ષાના વિજેતાઓ હવે ઝોન કક્ષાની હરિફાઈમાં ભાગ લેશે. ઝોન યોગાસન હરિફાઈ જામનગર ખાતે યોજવામાં આવેલ છે.




