કાલોલ નગરપાલિકાના વોર્ડ નં.૬ માં સંપૂર્ણપણે સફાઈ કામગીરી સ્થગીત કરાવા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.
તારીખ ૦૪/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મામલતદાર કચેરી ખાતે કાલોલ નગરપાલિકા વિસ્તાર માં આવેલ વોર્ડ નંબર ૬ માં સંપૂર્ણપણે સફાઈ કામગીરી સ્થગીત કરાવા મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર વીશાલ પટેલ ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં હાલ નગર પાલીકામાં સાફ સફાઈ કામદાર તરિકે કામ કરતા કામદારો ઉપર તારીખ ૧/૭/૨૦૨૫ ના રોજ બપોરના ચાર વગ્યાના સમયે ૬ જેટલા કામદારો સાફ સફાઈ નું કામ તે તમામ કામદારો વોર્ડ નં-૬ માં સફાઈ કામ કરતા હતા તે સમયે ત્યાના રહીશ સમીર પઠાણ અને તારિફ પઠાણ એ રોકેલ હતા અને તે બાબતે ઝગડો થતા લાકડીઓ તથા લોખંડની પાઈપ વડે સફાઈ કામદારો ઉપર પર હુમલો કરેલ જેમાં નામે શાંતાબેન મનહરભાઈ જેમને લોખંડની પાઈપ વાગવાથી મોઢા પર ઈજા થયેલ હતી. ત્યાર બાદ બધાં સફાઈ કામદારો ભેગા થઈ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હતી જેથી આજરોજ આપેલ આવેદનપત્ર જણાવ્યા મુજબ આજ દીન સુધી આરોપીઓને પકડેલ ન હોઈ જેથી હવે પછી સફાઈ કર્મચારીઓને યોગ્ય ન્યાય ના મળે ત્યા સુધી વોર્ડ નં-૬ માં સફાઈ કર્મચારીઓને નગરપાલીકા દ્વારા મોકલવા નહી અને જો મોકલવા હોય તો નગરપાલીકાના સી.ઓ તથા સુપર વઈઝરોએ લેખીતમાં બાહેધરી આપી મોકલવાના રેહશે જેઓ હુકમ કરી આપવા મામલતદાર પાસે માંગ કરી છે.



