થાનગઢનાં અમરાપર ગામે મધ્યાહન ભોજનમાં ગેરરીતિઓ કરતા સંચાલક અને રસોઈયા સસ્પેન્ડ
બાળકોના કોળિયા છીનવતા તત્વો સામે ચોટીલા નાયબ કલેકટરની લાલ આંખ

તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
બાળકોના કોળિયા છીનવતા તત્વો સામે ચોટીલા નાયબ કલેકટરની લાલ આંખ, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના અમરાપર ગામે આવેલ મધ્યાહન ભોજન કેન્દ્રમાં ચાલતી ગંભીર ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની ટીમે અમરાપર-1 કેન્દ્ર નંબર 13 ખાતે ગઈ કાલે આકસ્મિક તપાસ હાથ ધરતા સંચાલકોની મનસ્વી કામગીરી અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તપાસ દરમિયાન ખુલેલી મુખ્ય ગેરરીતિઓ જોતા ગેરકાયદે ગેરહાજરી કેન્દ્રના સંચાલક અનિલભાઇ એન. અંદાણી અને રસોઇયા મીઠીબેન પીહલા મામલતદારની પૂર્વ મંજૂરી વિના જ કેન્દ્ર પર ગેરહાજર જણાતા હતા ટેલિફોનિક પૂછપરછમાં સંચાલકે રજા વગર અમદાવાદ હોવાનું કબૂલ્યું હતું સંખ્યામાં ચેડાં ક્રોસ વેરિફિકેશન વર્ધી બુકમાં 185 બાળકોએ ભોજન લીધું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું જોકે નાયબ કલેક્ટરે જાતે વર્ગખંડમાં જઈ બાળકોની પૂછપરછ કરતા માત્ર 153 બાળકોએ જ ભોજન લીધું હોવાનું ખૂલ્યું હતું આમ, 32 બાળકોની ખોટી હાજરી બતાવી ગેરરીતિ આચરવામાં આવતી હતી સુખડીના જથ્થામાં ચોરી ’મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના’ હેઠળ 251 બાળકો માટે 12.5 કિલો સુખડી બનાવવાની થતી હતી, તેની સામે માત્ર 3 કિલો 700 ગ્રામ જ સુખડી બનાવેલી જોવા મળી હતી આશરે 8 કિલો 800 ગ્રામ જેટલી સુખડી ઓછી બનાવી બાળકોના પોષણ સાથે ચેડાં કરવામાં આવતા હતા આ ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર બદલ નાયબ કલેક્ટરે તાત્કાલિક પગલાં લેતા સંચાલક અનિલભાઇ અંદાણી અને રસોઇયા મીઠીબેન પીહલાને ફરજ પરથી છૂટા કરવાનો આદેશ મામલતદારને આપ્યો છે સાથે જ યોજનાના પ્રારંભથી અત્યાર સુધી વણવપરાયેલ જથ્થાની વસૂલાત કરવા પણ સૂચના આપી છે.




