25મી નવેમ્બર પહેલા ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂત નોંધણી ફરજીયાત
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુકત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડીની જેમ ફાર્મર આઈ.ડી મળશે. રાજયમાં ૧૫ ઓકટોબર ૨૦૨૪થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે.
ભારત સરકારે પી એમ કિસાન યોજનાના રૂપિયા ૨૦૦૦ના આગામી ડીસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજીયાત કરી છે. જેમાં ૨૫ નવેમ્બર પહેલા પી.એમ. કિસાન યોજના લાભાર્થીએ નોંધણી કરાવવાની રહેશે. વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી થશે. જેમાં આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી મળશે. તેમજ તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભો સરળ બનશે. જો ખોટી નોંધણી હશે તો રદ કરવામાં આવશે.
ખેડૂતોએ આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને ૮-અ નકલ, ૭- ૧૨ નકલની વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વિસીઈ)નો સંપર્ક કરવાનો રહેશે, એમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત અમદાવાદની અખબાર યાદીમાં જણાવાયું છે.