BHUJGUJARATKUTCH

પરીવારથી વિખુટી પડી ગયેલ બાળકી વાળીના માતા-પિતાને શોધી પુન:મિલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરતી માનકુવા પોલીસ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ,તા-૨૦ સપ્ટેમ્બર : હાલે માતાનામઢ ખાતે માં આશાપુરાના મંદિરે મેળો ચાલુમાં હોઇ કચ્છ તેમજ કચ્છ બહારથી પદયાત્રીઓ પગપાળા માતાનામઢ ખાતે જતા હોઈ જેમની સુરક્ષા અને સલામતી માટે પદયાત્રા રૂટ પર સતત પેટ્રોલીંગ કરી પદયાત્રીઓની સુરક્ષા પી.પી.ગોહિલ ઇ/ચા. પોલીસ ઇન્સ્પેકટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ માનકુવા પો.સ્ટે.ના કર્મચારીઓ પદયાત્રા રૂટ પર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોસ. અશોકભાઈ ડાભી તથા પો.કૌંસ. કિરણકુમાર પુરોહિતનાઓને માનકુવા ગામે આશાપુરા કેમ્પ પાસેથી એક બાળકી)ઉ.વ. ૫)આશરે પાંચ વાળી રડતી જોવા મળેલ હોઇ જેની તપાસ કરતા પરીવારથી વિખુટી પડી ગયેલ હોવાનુ જણાઇ આવતા તેને પોસ્ટે લાવી શાંત કરી પુછ-પરછ કરતા પોતાનુ નામ અનન્યા હોવાનુ જણાવેલ બાદ તેના માતા પિતાની શોધ-ખોળ અર્થે ટીમ બનાવી પદયાત્રી રૂટ પર સતત સાત કલાક સુધી વર્ક આઉટ તેમજ જાહેરાત કરતા તેના માતા-પિતા મળી જતા ખરાઇ કરી બાળકીને તેના પિતા અર્પિત માંગીલાલ ભુરીયા રહે. ખરડુબડી, મધ્યપ્રદેશ નાઓને સોંપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરેલ છે.

Back to top button
error: Content is protected !!