GIR GADHADAGUJARAT

ગીર ગઢડા તાલુકાના ધોકડવા માં પ્રવેશ કરતા જ એક કિલોમીટર ઉના તુલશીશ્યામ મુખ્ય રોડ બિસ્માર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનુંભાઈ કવાડ ની ઉચ્ચ કક્ષાએ રજૂઆત 

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના ધોકડવા માં પ્રવેશ કરતા જ એક કિલોમીટર ઉના તુલશીશ્યામ મુખ્ય રોડ બિસ્માર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનુંભાઈ કવાડ ની ઉચ્ચ કક્ષાએ રજૂઆત

શું સ્થાનિક તંત્ર કોઈ મોટા અકસ્માત ની રાહ જોઈ રહ્યું છે કે પછી કોઈના ઇશારે કામ કરી રહ્યું છે ??

ઘણા લાંબા સમયથી રોડ બિસ્માર અનેક રજૂઆતો છતાં તંત્ર મૌન

શું સ્થાનિક તંત્ર કોઈ મોટા અકસ્માત ની રાહ જોઈ રહ્યું છે કે પછી કોઈના ઇશારે કામ કરી રહ્યું છે ??

ગીર ગઢડા તાલુકાના ધોકડવા સીએનજી પંપ થી ધોકડવા બાયપાસ ઉના. તુલશીશ્યામ. ખાંભાને જોડતો રસ્તો તાત્કાલિક રીપેર કરવા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ દ્વારા કરાઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત

મનુભાઈ કવાડ ચેમ્બર ઓફ કોમર્સ ધોકડવા પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ ધારદાર કરાઇ રજૂઆત,

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાં ઘણા સમયથી ધોકડવા સી. એન જી.પંપ થી લઇ ને ધોકડવા બાયપાસ સુધી નો રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે આં બિસ્માર રોડની ઊડતી ધૂળ થી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

ઘણા લાંબા સમય થી રસ્તો અનેક રજૂઆતો છતાં રસ્તો રિપેર નાં થયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિ એ દેખાઇ રહ્યું છે

હાલમાં ધોકડવા ગામ સીએનજી પંપ થી ખાંભા બાયપાસ ને જોડતો રોડ ઘણાં સમયથી બિસ્માર હાલતમાં હોય જેથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને જયારે ચોમાસુંની ઋતુ માં કીચડ. શીયાળા ઉનાળામાં ધુડની ડમરીઓ થી ગામલોકો. રાહદારીઓ.તેમજ વેપારી એસોસિયેશન ત્રાહિમામ્ પોકારી રહ્યા છે

ત્યારે આ રસ્તામાં ચાલવું તો દૂર મોટર સાયકલ લઈને જવું પણ જાનને જોખમ મૂકવા બરાબર છે.

આ બિસ્માર રસ્તા ને કારણે અનેક આકસ્મતો સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે અને ઘણા રાહદારીઓ આકસ્મત નો ભોગ બન્યા છે

જેથી સ્થાનિક વેપારીઓ ને ઘણી અગવડ ઊભી થતી હોય છે.

આ રોડ યોગ્ય સમયમાં રિપેર થાય તો રાહદારીઓ રાહતનો શ્વાસ લઈ શકે તેમ છે

. હાલ માં દિવાળી નો તહેવાર હોય ત્યારે ધુળ ની ડમરી ઉડવા ને લીધે વેપારીઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવું પડે છે

અને જો આ એક કિલોમીટર  ડામર રોડ તાકીદ ધોરણે બને તો ધોકડવા સી.એન.જી થી બાયપાસ સુધી વેપારીઓ હાશકારો લઈ શકે

ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ નાં પ્રમુખ મનું ભાઈ કવાડ તેમજ વેપારી એસોસિયેશન દ્વારા આ રોડ બાબતે ઉચ્ચ અધિકારી સ્થળ તપાસ કરીને તાત્કાલિક આનું ડામર કામ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!