
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
– લાભ પાંચમ મુર્હત :અરવલ્લી જિલ્લા ના બજારો ખુલ્યા સારા મુર્હત માં વેપારીઓ એ વેપાર શરુ કર્યો

દિવાળી ના વેકેશન બાદ આજે લાભ પાંચમ ના દિવસ થી અરવલ્લી જિલ્લા ના બજારો ખુલ્યા હતા સારા મુર્હત માં વેપારીઓ એ વેપાર શરુ કર્યો હતો આજે મોડાસા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો પોતાનો મગફળી અને સોયાબીનનો માલ લઇ વેચવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આગામી વર્ષ માં ખેત ઉપજ ના સારા ભાવ મળે તેવી આશા રાખી હતી બીજી તરફ આજથી ચાલુ થયેલા માર્કેટમાં ખેડૂતો પણ લાભ પંચમનું મુહૂર્ત કરાવા સારા ભાવની આશાએ મગફળી વેચવા આવ્યા હતા પરંતુ સારા ભાવ નહિ મળતા ખેડૂતો નારાજ થયા હતા ખેડૂતોને પ્રતિ ૨૦ કિલોના ૯૦૦ થી ૧૧૦૦ સુધી ભાવ મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો ટેકાના ભાવ કરતા ખુબજ ઓછો ભાવ મળતા ખેડૂતોને લાભ પાંચમે લાભ થવાને બદલે નુકશાન થયું હતું જોકે માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને ભાવ ઓછો મળવા પાછળનું કારણ આંતર રાષ્ટ્રીય બજારોમાં મગફળીના દાણા નો ભાવ ઘટ્યો હોવાનું જણાવી ખેડૂતોને સરકારના ટેકાના ભાવમાં મગફળી વેચવા નોંધણી કરાવવા અપીલ કરી હતી




