GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની મહર્ષિ વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ,110 વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ રજૂ કર્યા.

તારીખ ૨૮/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ની મહર્ષિ વિદ્યાલય અને મહર્ષિ અંગ્રેજી મીડીયમ શાળાના તેમજ શિક્ષકો દ્વારા ગણિત વિજ્ઞાન દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ ચાર થી નવના કુલ 110 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો બાળકોના પ્રોજેક્ટ બનાવવામાં શિક્ષકો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.બાળકોનો પ્રોજેક્ટમાં ચંદ્રયાન ચાર ગ્લોબલ વોર્મિંગ જ્વાળામુખી યુદ્ધ બેન્ક વોટર ફિલ્ટર પવનચક્કી તેમજ નાના બાળકો દ્વારા પોષણ આહારનો પ્રોજેક્ટ અને ગણિત વિષય આધારિત ગણિત મેજિક બોક્સ તૈયાર કરવામાં આવી હતી પ્રોજેક્ટ માટેની તમામ વસ્તુઓ ઘરમાંથી ઉપલબ્ધ થઈ તે પ્રકારની હતી અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ વિદ્યાર્થીઓ અને ગુરુજનો શાળા પરિવાર એ આભાર માન્યો હતો.







