તા.૨૫.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકાની શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ઢઢેલા ખાતે સંકુલ કક્ષાનું ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન 2025 આયોજન કરવામાં આવ્યુ
આજ રોજ તા.25.9.25 ને ગુરૂવાર ના રોજ જવાહરલાલ નહેરુ શાળા વિકાસ સંકુલ 2 લીમખેડા સિંગવડ તાલુકા નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025 શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ઢઢેલા ખાતે મદદનીશ શિક્ષણ નિરીક્ષક એસ.એસ.રાઠોડ સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું .જેમાં અતિથિ વિશેષ તરીકે ડાયટ દાહોદ ના સિનિયર લેક્ચરર ડૉ ભાવનાબેન પલાશ,ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ ઉપપ્રમુખ મુકેશભાઈ પટેલ ,સંકુલ સંયોજક મહેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લા આચાર્ય સંઘ ના પ્રમુખ રમેશભાઈ અને ગુજરાત રાજ્ય વિધાર્થી મંથન ના સ્ટેટ કોડીનેટર કે.ડી.લીમ્બાચીયા ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ સ્વાગત ગીત રજૂ કરી આવકાર્યા હતા. આવકાર અને સ્વાગત પ્રવચન યજમાન શાળાના આચાર્ય સી.બી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ અધ્યક્ષ અને મહેમાનઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અધ્યક્ષ નું ,મહેમાનઓ તેમજ આચાર્યઓ સાથે નિર્ણાયકઓનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થી વિજ્ઞાન મંથનના ગુજરાત રાજ્યના કોર્ડીનેટર કે.ડી લીમ્બાચીયા અને ભાવનાબેન પલાસ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રોત્સાહિત કરતું ઉદબોદન કરવામાં આવ્યું હતું અધ્યક્ષ એસ એસ.રાઠોડ દ્વારા પણ પ્રસંગને અનુરૂપ ઉદબોદન કરવામાં આવ્યું હતું આ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન ખૂબ મોટી સંખ્યામાં આચાર્યશ્રીઓ તથા વિજ્ઞાન શિક્ષકઓ અને બાળકો જોડાયા આ પ્રદર્શનમાં 33 શાળાઓની 52 કૃતિ જુદા જુદા પાંચ વિભાગમાં રજૂ કરવામાં આવી હતી આ પ્રદર્શન નિહાળવવા માટે અન્ય લગભગ 600 જેટલા વિધાર્થીઓ હતા. શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ઢઢેલા ના આચાર્ય સી.બી.પટેલ અને સમગ્ર સ્ટાફ એ ખૂબ સુંદર આયોજન કરીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો