GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: “માળી” તાલીમ વર્ગ માટે અરજી કરવા બાબત

તા.17/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot:સરકારશ્રીના બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માં અર્બન ગ્રીન મિશન અંતર્ગત “માળી” તાલીમ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવા આઈ ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) તા.૧૭/૧૧/૨૦૨૫થી તા.૦૬/૧૨/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવશે.
આ તાલીમ મેળવવા ઈચ્છુક લોકોએ ઓનલાઈન અરજી કરી અરજીની પ્રિન્ટ સાથે આધારકાર્ડની નકલ, રેશનની કાર્ડ નકલ, બેંક પાસબૂકની નકલ અથવા રદ કરેલ ચેક સાથે ૦૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨/૩ જિલ્લા સેવા સદન-૩, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ ખાતે મોકલવાની રહેશે. વધુ વિગતો માટે ૦૨૮૧-૨૪૪૫૫૧૭ ફોન નંબર પર સંપર્ક કરી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામક રાજકોટની યાદીમાં જણાવાયું છે.



