
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા.2: તાજેતરમાં મુન્દ્રા તાલુકાના બગડા ગામે વીર વાછરા દાદાની ત્રીવાર્ષિક પેડી નિમિતે વૈશાખ સુદ પાંચમના રોજ ત્રીજો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવેલ જેમાં જનરલ ચેકઅપ, બી.પી., ડાઇબિટીસ, ટી.બી.ની તપાસણી તથા આંખની તપાસ કરવામાં આવેલ હતી.આ કેમ્પમાં સ્વ.લક્ષ્મીબેન લાલજીભાઈ ચોથાણી હસ્તે કિશોરભાઈ ચોથાણી (પ્રમુખશ્રી મુન્દ્રા લોહાણા મહાજન) તરફથી જરૂરતમંદ લાભાર્થીઓને ફ્રીમાં ચશ્મા આપવામાં આવેલ. આંખના નંબરની તપાસ કે.સી.આર.સી. અંધજન મંડળ ભુજના સહયોગથી કરવામાં આવેલ.





