તા.૨૫.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કાચલા આશ્રમ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના કાચલા આશ્રમ ખાતે સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન હેઠળ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ આરોગ્ય કેમ્પનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઢઢેલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન દાહોદ સદગુરુ ફાઉન્ડેશન ડિરેક્ટર તથા તાલુકા આરોગ્ય અધિકારીના હસ્તે કરવામાં આવ્યું.આ કેમ્પ દરમિયાન આસપાસની અંદાજે 250 જેટલી મહિલાઓના હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર (બીપી), અને ડાયાબિટીસ જેવી આરોગ્ય તપાસો કરવામાં આવી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢઢેલાની મેડિકલ ટીમોએ વ્યાવસાયિક રીતે તપાસો કરીને મહિલાઓને યોગ્ય સલાહ તથા જરૂરી દવા પણ આપવામાં આવી. આ અભિયાન અંતર્ગત મહિલાઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ થયો છે, જેનાથી સમાજમાં આરોગ્ય અંગે જાગૃતતા વધશે તેમજ પરિવારનું સામૂહિક સશક્તિકરણ શક્ય બનશે