વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ
નખત્રાણા,તા-૧૬ ઓગસ્ટ : સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે તમામ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં સૌ પ્રથમ નિરોણા ગામના પ્રથમ નાગરિક એવા યુવા અને સક્રિય સરપંચ શ્રી એન.ટી. આહીર ના વરદ હસ્તે ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કાર્યક્રમથી રાષ્ટ્રીય પર્વની શરૂઆત કરવામાં આવેલ હતી. શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાયેલ હતુ. ધો.૧૨ ની વિધાર્થીની નિલમ આહિરે દેશભક્તિનુ ગીત ગાઇ સૌ ને રાષ્ટ્રભક્તિના રંગે રંગેલ હતા. ત્યારબાદ એસ.એસ.પી.એ. હાઇસ્કૂલનુ SSC અને HSC વર્ષ ૨૦૨૪ નુ ઐતિહાસિક 100% પરિણામ આવતા વર્ષ ૨૦૧૦-૧૧ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ગામ અગ્રણી કાનજીભાઈ ભાનુશાલી તરફથી આચાર્ય તેમજ તમામ ગુરુજનોનુ પુષ્પગુચ્છ, મોમેન્ટો અને શાલ વડે સન્માન કરવામાં આવેલ હતુ. આ પાવન અવસરે ગામમાં નિસ્વાર્થભાવે સેવાકાર્ય કરતા સામાન્ય છતાપણ વિશિષ્ટ પ્રતિભાઓ, ૧૦૦% પરિણામ બદલ શાળાના આચાર્ય ચૌધરી સાહેબ તેમજ પ્રાથમિકના ક્લસ્ટર પ્રતિભાશાળી શિક્ષિકા જ્યોત્સનાબેનનુ પણ સરપંચ શ્રી દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતુ. સત્કાર સન્માન બાદ ધો.૧૧ ની વિધાર્થીની સોરા ખતુબાઇ એ “પ્લાસ્ટીક મુકત ભારત”, વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરેલ હતા. આ સદ્ વિચારોની અભિવ્યક્તિ બાદ ગ્રામ પંચાયત, વેપારી અસોસિએશન તેમજ હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ પેપર બેગ પ્રતિકાત્મક રુપે મંચસ્થ મહાનુભાવોને આપતા સરપંચ શ્રી દ્વારા “પ્લાસ્ટીક મુકત નિરોણા”, અભિયાનનો શુભારંભ કરાવેલ હતો અને તમામ ગ્રામજનોને પ્લાસ્ટીક મુકત નિરોણા ગામ બનાવવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવેલ હતી. સારસ્વતમ્ ટ્રસ્ટ દ્વારા ૨૦ હાઈસ્કૂલમાં આ પ્લાસ્ટીક મુકતિનો પ્રોજેક્ટ ટ્રસ્ટ અધ્યક્ષા વિજયાલક્ષ્મીબેન અને ડૉ વી વિજય કુમારની સૂચના અનુસંધાને શાળાથી વિધાર્થીઓ દ્વારા શરૂ કરાયેલ છે. આ પાવન પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી શંકરભાઈ ભાનુશાલી દ્વારા હાઇસ્કૂલને સાઉન્ડ સિસ્ટમની ભેટ અપાયેલ હતી. કાનજીભાઈ પરબતભાઇ આહિર દ્વારા SSC અને HSC માં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ હતા. સ્વાતંત્ર્ય પર્વની ખૂશીના પ્રસંગે નિરોણા મુસ્લિમ સમાજ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને પરસાદનુ વિતરણ કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભૂમિબેન વોરા, અલ્પાબેન ગોસ્વામી, આશાબેન પટેલ, કિશનભાઇ પટેલ, રમેશભાઇ ડાભી તેમજ તખતસિંહ સોઢાએ ખાસ જહેમત ઉઠાવેલ હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન હાઇસ્કૂલના શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાનીએ કરેલ હતુ. આભાર વિધી વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમારે કરેલ હતી.