મહિસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
મહિસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની વિવિધ યોજનાઓ, ચાલી રહેલા વિકાસ કાર્યો અને જાહેર જનતાની ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવાનો હતો. કલેક્ટરે તમામ વિભાગોના વડાઓને તેમના વિભાગના પડતર પ્રશ્નો અને ફરિયાદોનું સમયસર નિરાકરણ લાવવા સૂચના આપી હતી.
કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જણાવ્યું હતું કે, “જિલ્લાના વિકાસને વેગ આપવા અને નાગરિકોની સુખાકારી માટે સંકલન અને ફરિયાદ નિવારણ અત્યંત આવશ્યક છે. તમામ અધિકારીઓએ પારદર્શિતા અને જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ.”
આ બેઠકમાં ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને ગુલાબસિંહ ચૌહાણ દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે દરેક મુદ્દાની ગંભીરતાપૂર્વક નોંધ લીધી હતી અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનો આપ્યો હતો.
આ બેઠક માં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષક સફીન હસન, નિવાસી અધિક કલેકટર સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર સહિત સંકલનના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.