ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ*

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

*અરવલ્લી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ*

*અરવલ્લી જિલ્લામાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી”ની થીમ ઉપર સ્વતંત્રતા પર્વ શાનદાર ઉજવણી કરાશે*

અરવલ્લી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તિરંગા વિતરણ, રેલી માટેની વ્યવસ્થાઓ, જનભાગીદારી સુનિશ્ચિત કરવા વગેરે મુદ્દાઓ પર માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપ્યાં હતાં.

નોંધનીય છે કે, આ વર્ષે હર ઘર તિરંગા કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાવાનો છે. પ્રથમ તબક્કામાં ૨ થી ૮ ઓગસ્ટ દરમિયાન વોલ પેઇન્ટિંગ,રંગોળી સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા વગેરે યોજાશે. બીજા તબક્કામાં ૯ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન સામુહિક સફાઈ ઝુંબેશ, તિરંગા યાત્રા અને રેલી, સ્વચ્છતા દિવસ વગેરે યોજાશે. જ્યારે ત્રીજા તબક્કામાં ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સ્વચ્છતા સંવાદ અને જાગૃતિ દિવસ સ્વતંત્રતા દિવસની તૈયારી તરીકે યોજાશે.

હર ઘર તિરંગા અને સ્વતંત્ર પર્વની ઉજવણીમાં શાળાઓ કોલેજો અને સ્થાનિક સંસ્થાઓ, નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરાશે. યુવાનોને તિરંગા સાથે સેલ્ફી લેવા અને તેના અપલોડ કરવા પ્રોત્સાહિત કરાશે, સરકારી કચેરીઓ અને શાળામાં ધ્વજવંદન સમારોહનું આયોજન કરાશે. શાળાઓ અને જાહેર સ્થળોને સજાવાશે. અનેકવિધ કાર્યક્રમો દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને જાગ્રત કરાશે. અભિયાનમાં જોડાવા તેમજ વધુ માહિતી માટે https://harghartiranga.com ની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડા , મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, તાલુકા પંચાયત પ્રમુખઓ, નિવાસી અધિક કલેકટર ડી.વી.મકવાણા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!