અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : આણંદ તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી તરીકે વરણી થતા ઈસરી ગામ અને ઈસરી બારા પટેલ સમાજમાં હર્ષની લાગણી
અરવલ્લી જીલ્લા ના મેઘરજ તાલુકાના ઈસરી ગામ ના વતની જીતેનકુમાર કનુભાઈ પટેલ કે જેઓ વર્ષો થી આણંદ સ્થાયી થયેલા છે,અભ્યાસ કાળ દરમિયાન વિદ્યાનગર મા ABVP સાથે જોડાયેલા અને ત્યાં જ બોરસદ મા એમ. ઈ. ટી હાઈસ્કૂલમા શિક્ષક સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે અને ભાજપ સંગઠન સાથે જોડાયેલા છે તાજેતર માં તેમની વરણી આણંદ તાલુકા સંગઠન ના મહામંત્રી તરીકે થતા ઈસરી ગામ અને ઈસરી બારા પટેલ સમાજ ખૂબ જ ખુશી ની લાગણી અનુભવે છે .