અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : સફાઈ કામદારોએ મેઘરજ તાલુકા પંચાયત,મામલતદાર અને ટીડીઓને આપ્યુ આવેદનપત્ર
મેઘરજ સફાઈ કામ દારો ઉતર્યા એક દીવસીય હડતાલ પર
લાલજી ભગત ના સમર્થનમાં ઉતર્યા હડતાલ પર
સફાઈ કામદારોએ મેઘરજ તાલુકા પંચાયત,મામલતદાર અને ટીડીઓને આપ્યુ આવેદનપત્ર
સફાઈ કામદારોની પડતર પ્રશ્ર્નોના ન્યાય માટે માલપુર થી દિલ્હી લાલજીભગત દંડવત યાત્રા કરીરહ્યા છે
ગુજરાતના તમામ વાલ્મિકી સમાજના અને સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો માટે માલપુર થી દિલ્હી દંડવતયાત્રા લાલજી ભગત કરી રહેલ છે. આ અંગે તંત્રએ કોઈ પ્રશ્નો હલ કરેલા નથી. ગુજરાતના સફાઈ કામદારો તા.૧૦/૦૨/૨૦૨૫ ને સોમવારના રોજ સફાઈથી વેગડા રહી અચોક્કસ મુદતની હડતાલ પર જવા બાબત ગુજરાતમાં વાલ્મિકી સમાજનું અને સફાઈ કામદારોનું ભરપૂર શોષણ તેમજ અન્યાય થઈ રહ્યો છે.તેમને ન્યાય અપાવવા માટે વર્ષ : ૨૦૨૨ માં માલપુર થી ગાંધીનગર દંડવતયાત્રા કરવામાં આવી હતી. તેમાં મંત્રીઓ આવી પારણા કરવામાં આવ્યા હતા તેમ છતાં આજદિન સુધી એક પણ પ્રશ્ન હલ કરવામાં આવેલ નથી. તેના માટે માલપુરથી દિલ્હી ફંડવત યાત્રા તા.૧/૧/૨૦૨૫ ના રોજથી નીકળી છે ૩૦ દિવસ થયા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવેલ નથી. લાલજી ભગત પોતાનો પરિવાર છોડી કડકડતી ઠંડીમાં અને રોડ ઉપર જીવના જોખમે દંડવત યાત્રા કરી રહ્યા છે. લાલજી ભગતને કંઈપણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની અને તંત્રની રહેશે. તો ગુજરાતના સફાઈ કામદારો તા. ૧૦/૦૨/૨૦૨૫ ને સોમવારના રોજ સફાઈકામ છોડી અચોક્કસ મુદતની હડતાલ પર જશે. તે બાબતે વિનંતી સાથે સફાઈ કામદારો ના પ્રશ્નો તાત્કાલિક હલ કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું