GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વ્યાસડા ગામે બંદુક નો પરવાનો રિન્યુ નહી કરનાર સામે એસઓજી પોલીસે આર્મ્સ એક્ટ મુજબ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

તારીખ ૧૫/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એસઓજી પોલીસ સ્ટાફ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને માહિતી મળેલ કે હથિયાર ના પરવાના ધરાવતા ઈસમો સમયસર પોતાના હથિયાર ના પરવાના રિન્યુ કરાવે છે કે નહીં તેની તપાસ દરમ્યાન કાલોલ તાલુકાના વ્યાસડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રાજેન્દ્રસિંહ ફતેસિંહ ઠાકોર પાસે ડબલ બેરલ બાર બોરની બંદૂક નો હથીયાર પરવાનો નંબર K/1145-Jud-b/Dms/09 કે જે પરવાનો તા ૦૩/૦૮/૨૦૦૯ થી તા ૦૩/૦૮/૨૦૨૧ સુધીનો હતો જેની અવધી પુર્ણ થયા બાદ ઘણા સમય સુધી આ પરવાનો રીન્યુ નહી કરાવી અને આ હથીયાર સ્થાનીક પોલીસ સ્ટેશનમાં જમા નહી કરાવી હથીયાર પોતાના કબજામાં રાખેલ જેથી એસઓજી પોલીસે રાજેન્દ્રસિંહ ફતેસિંહ ઠાકોર સામે વેજલપુર પોલીસ મથકે આર્મ્સ એક્ટ ની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



