
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ગુજરાત રાજ્ય મહિલા આયોગ ધ્વારા નારી સંમેલન આઈ સી ડી એસ મેઘરજ ઘટક 1 કક્ષાનો કાર્યકમ યોજાયો
જે પ્રસંગે નારી સંમેલન માં નારી અદાલત પ્રચાર અને પ્રસાર માટે મહિલાઓમાં નારી અદાલત ની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાની વિવિધ જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે મેઘરજ તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ, મહિલા બાળ વિકાસ વિભાગ ડૉ ભરતભાઈ પરમાર DMC-DHEW, તાલુકા પ્રમુખ જયાબેન, જયેન્દ્ર ભાઈ એડવોકેટ, મેઘરજ પી આઈ વાઘેલા, સહિત અનેક મહાનુભાવો તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી આમંત્રિત મહેમાનોનું ફૂલછડી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યકમ ની શરૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને મહિલા અંતર્ગત વિવિધ યોજની માહિતી આપવામાં આવી હતી સાથે મહિલા રક્ષણ માટે કાયદાકીય સહિત અનેક માહિતી આપવામાં આવી હતી
આ પ્રસંગે માતા યશોદા એવોર્ડ આપવામાં આવ્યો હતો જેમાં કેન્દ્ર નવીફળી કાર્યકર બહેન તેમજ તેડાગર બહેન ને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વ્હાલી દીકરી ના વધુ ફોર્મ ભરનાર કાર્યકર નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે દીકરી વધામણી અંતર્ગત 4 બાળકીને પોતાની માતા સાથે કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું ભોજન સાથે સમાપન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ને અંતે આઈ સી ડી એસ મેઘરજ ઘટક 1 ના અધિકારી બ્રહ્મભટ્ટ મનીષાબેન ધ્વારા સૌ કોઈનો આભાર વ્યકત કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો






