ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : ચાર લાખના હલકી ગુણવત્તા વારા ગરનાળાનું બિલ પાસ કર્યા પછી પણ હજુ રીપેરીંગ માટે રાહ જોઈ ને બેઠું છે

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ચાર લાખના હલકી ગુણવત્તા વારા ગરનાળાનું બિલ પાસ કર્યા પછી પણ હજુ રીપેરીંગ માટે રાહ જોઈ ને બેઠું છે

છેલ્લા કેટલાય સમયથી મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગરનાળા ના કામ ને લઇ બૂમો ઉઠી છે ક્યાંક એમાં પણ હલકી ગુણવતા ના ગરનાળાના કામો કરી બીલો પાસ કરી દીધા ના આક્ષેપો થયા હતા જેમાં મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ 15% વિવેકાધીન યોજના 2023/24 ના ગરનાળા નું કામ હલકી ગુણવતા વારુ કરવામાં આવ્યું હતું અને બે જ મહિનામાં ઉપરની બાજુએ તેમજ સાઈડોમાં મસ મોટી તિરાડો પડી હતી છતા પૂરું બિલ પાસ કરી દીધું હતું અને બિલ પાસ થઇ ગયું છે તેમ એસઓ એ મૌખિક કહ્યું હતું અને આ બાબતે વારમવાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને છેવટે બિલ પાસ કરી દીધા પછી ગરનાળા નું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગરનાળા ની સાઈડ જે એક બાજુ ખેતરમાં બનાવી હતી તે તોડી રસ્તાની બાજુ સીધી દીવાલ બનાવી હતી અને ગરનાળા ના ઉપરનું કામ પણ તોડી નાખી નવું બનાવવા તજવીજ હાથ ધરી હતી પરંતુ એ ગરનાળા ના રીપેરીંગ નું કામ હજુ સુધી પૂર્ણ થયેલ નથી આ બાબતે માત્ર ને માત્ર આશ્વાસન આપવામાં આવે છે કે થઇ જશે હાલ વરસાદનું બહાનું કાઢવામાં આવે છે પરંતુ રીપેરીંગ કામ ચાલુ હતું એ સમયે વરસાદ પણ ન હતો છતાં કામ પૂર્ણ કરેલ નથી ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી પણ શાંત બેઠા હોય તેવું લાગી રહ્યું છે ગરનાળા માં મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવા છતાં બિલ પણ પુરા પાસ કરી દીધા એ પણ નવાઈ ની વાત છે પરંતુ રીપેરીંગ કામ પણ હાલ પૂર્ણ કર્યું નથી ત્યારે હાલ તો તંત્ર ની લાલિયાવાડી સામે આવી છે કે હલકી ગુણવતા ના કામો કરી ને પણ બીલો પાસ કરી દેવામાં આવે છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!