BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીર વયની યુવતી રહસ્યમય સંજોગોમાં લાપતા

ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીર વયની યુવતી રહસ્યમય સંજોગોમાં લાપતા

સગીરા ઘરેથી કોઇને કહ્યા વિના જતી રહી હોય અથવા કોઇ વ્યક્તિ તેને લઇ ગયો હોવાની શંકા સાથે સગીરાની માતાની પોલીસમાં ફરિયાદ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી ૧૭ વર્ષ ૨ મહિનાની ઉંમરની એક સગીરા ગત તા.૨૫ મીના રોજ રાતના આઠ વાગ્યાથી સાડા નવના સમયગાળા દરમિયાન ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ હોવાની ઘટના બનવા પામી હતી. ગુમ થયેલ સગીરાની માતાએ તેમની સગીર વયની દિકરી ગુમ થવા બાબતે પોલીસમાં ફરિયાદ લખાવી હતી. સગીરાની માતાએ પોલીસમાં લખાવેલ ફરિયાદમાં જણાવાયું હતું કે તેમની ૧૭ વર્ષ ૨ માસની ઉંમરની સગીર વયની દિકરી ગત તા.૨૫ મીના રોજ તેમના ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ હતી. વધુમાં જણાવાયા મુજબ આ સગીરા છેલ્લા ચારેક મહિનાથી તેની જાતે ક્યારેક ધુણવા લાગતી હતી.તેમની સગીર વયની દિકરી કોઇને કહ્યા વિના ઘરેથી નીકળી ગઇ હોય અથવા કોઇ વ્યક્તિ તેને લઇ ગયો હોવાની શંકા સાથે સગીરાની માતાએ ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.સગીરા તેની મેળે ઘરેથી ક્યાંક જતી રહી છે કે પછી કોઇ અન્ય વ્યક્તિ તેને લઇ ગયેલ છે તેની વિગતો પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે, જોકે હાલતો સગીરાના ગુમ થવા બાબતે રહસ્ય સર્જાયું હતું.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!