વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.23/01/2025નાં રોજ વઘઈનાં આશાનગર ખાતે રહેતા મુરલીભાઈ વિષ્ણુભાઈ ગાંગુર્ડે નો IQ મોબાઈલ ફોન (જેની કિંમત રૂપિયા 26,999/- ) ખોવાઈ ગયો હતો. જેને લઈને વઘઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે ફરિયાદના આધારે વઘઈ પોલીસ સ્ટાફના માણસોએ ટેકનિકલ સર્વેલન્સની મદદથી મોબાઈલ શોધી કાઢ્યો હતો. તેમજ “તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ હેઠળ પોલીસ દ્વારા મૂળ માલિકને મોબાઇલ ફોન પરત કરવામાં આવ્યો હતો.આમ વઘઈ પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવતા સ્થાનિકોએ તેમની કામગીરી બિરદાવી હતી