ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા કમોસમી વરસાદને લઇ મામલતદારને આવેદન પત્ર આપ્યું – ખેડૂતો ને નુકશાન નું વળતર ચૂકવો :- કિસાન સંઘ 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા કમોસમી વરસાદને લઇ મામલતદારને આવેદન પત્ર આપ્યું – ખેડૂતો ને નુકશાન નું વળતર ચૂકવો :- કિસાન સંઘ

મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. આ નુકશાનને લઈને આજે ભારતીય કિસાન સંઘ દ્વારા મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવાયું છે કે તાલુકાના વિવિધ ગામોમાં કપાસ, સોયાબીન, મગફળી અને મકાઈ સહિતના પાકોમાં ભારે નુકશાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક નષ્ટ થયો છે, જેના કારણે ખેડૂતોને પડતો પર પાટું જેવો આર્થિક ઘાટ પડ્યો છે.કિસાન સંઘના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે કે મેઘરજ તાલુકાના તમામ ગામોમાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને નુકશાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. સાથે જ ખેડૂતોને રાહતરૂપ સહાય જાહેર કરીને તેમની આર્થિક સ્થિતિ સુધારવા ત્વરિત પગલાં લેવાય તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.સ્થાનિક ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે સમયસર સહાય અને વળતર ન મળવાથી તેમની ખેતીની આગામી સીઝન પર ગંભીર અસર પડી શકે છે, તેથી તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી છે.

Back to top button
error: Content is protected !!